Placeholder canvas

જીરૂએ જગતાતને કરાવ્યા જલસા: રાજકોટમાં રૂ.8200, વાંકાનેરમાં રૂ.8500 ભાવ બોલાયા..!!

જીરુના સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચા ભાવ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં

જીરુના ઐતિહાસિક ભાવ મળતા ખેડુતો ખુશખુશાલ

જીરુના આજના હાઈએસ્ટ ભાવ:-
રાજકોટ-8200, મોરબી-8076,વાંકાનેર-8500

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે જીરાના પાકના હાઈએસ્ટ ભાવ મળ્યા હતા 20 કિલો જીરૂના ભાવ આઠ હજાર બસો રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા હતા જે અત્યાર સુધીના સર્વોચ્ચ ભાવ હોવાનું ખેતી નિષ્ણાંતો માની રહ્યા છે…

આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં જીરુંના ભાવ ખૂબ ઊંચકાયા છે તેમાં માનવામાં આવી રહી છું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સૌથી હાઈએસ્ટ જીરૂના ભાવ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ મણ રૂ.8500 નોંધાયા છે. આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં 320 ક્વિન્ટલ જીરાની આવક થઈ હતી જેમાં હાઇએસ્ટ ભાવ 8500 અને નીચા ભાવ 6000 નોંધાયો છે. જ્યારે મોરબીમાં હાઈએસ્ટ ભાવ 8076 નોંધાયો થયો છે.

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે સવારે દૂરથી દૂરથી ખેડૂતો પોતાનો જીરાનો પાક લઇને પહોંચ્યા હતા.. આજે બેડી માર્કેટિંગ યાર્ડમાં છ હજાર કવિંટન જીરુની આવક થઈ હતી. બેડી માર્કેટિંગ યાર્ડમાં સવારના સમયે હરાજી થઈ હતી જેમાં ખેડૂતને ઊંચામાં ઊંચા જીરુના પાકના 20 કિલોના ભાવ આઠ હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાયા હતા જે ભાવ ખેડૂતોએ પણ ધાર્યા ન હતા ગયા વર્ષે જે જીરું ના પાક ના ભાવ 4500 થી 5000 રૂપિયા સુધી મળતા હતા તે જ જીરા ના પાક ના ભાવ આ વખતે 8000 રૂપિયા સુધી મળતા જગતનો તાત ખુશ ખુશાલ થઇ ગયો હતો…

આટલા સારા ભાવ મળવા પાછળનું કારણ એ છે કે રાજકોટ પંથકમાં જે જીરું થાય છે તેની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે જેથી કરીને સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત ભરના વેપારીઓ અહીંયા જીરુંના પાકની ખરીદી કરવા માટે આવતા હોય છે બીજું એક કારણ એવું પણ સામે આવ્યું છે કે આ વખતે વરસાદ પડ્યો જેમના કારણે અનેક ખેડૂતોનું જીરાનો પાક નાશ પામ્યો તો કેટલાક ખેડૂતોને ધાર્યા કરતા ઘણું ઓછું ઉત્પાદન મળ્યું જેમના પરિણામે જીરૂના પાકની આવક ઘટતા ભાવમાં ઉછાળો આવ્યો છે, હજુ પણ જીરાના પાકના ભાવ વધે તેવી શક્યતાઓ છે…

આ સમાચારને શેર કરો