Placeholder canvas

જોડિયા: ૧૭ લાખના જીરુ ચોરીમાં કુખ્યાત તાલપત્રી ગેંગ ઝડપાઇ

એલ.સી.બી.ની ટીમે ચોરાઉ જીરુ અને વાહન સહિત ૨૦ લાખનો મુદામાલ કબ્જે લીધો : ગોધરાના ચાર શખ્સની અટક

જોડીયામાં તાજેતરમાં એક પેટ્રોલ પંપ પાસેથી ૨૫૮ મણ જીરુની ચોરી થઈ ગઈ હતી.જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી એલસીબી ની ટીમે તપાસમાં ઝૂકાવ્યું હતું, અને જીરુની ચોરી કરનાર કુખ્યાત ગોધરાની તાલપત્રી ગેંગના ચાર સભ્યોને ઝડપી લઇને તેમની પાસેથી ચોરાઉ જીરુનો જથ્થો અને આઇસર સહિત ૨૦ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

જોડિયા પંથકમાં એક પેટ્રોલ પંપ પર રાખવામાં આવેલા વાહનમાંથી ૨૫૮ માં જીરુની ચોરી થઈ હતી. કોઈ તસ્કરો તાલપત્રિ કાપીને તેમાંથી જીરું ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે જોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા પછી જોડિયા પોલીસની સાથે એલસીબીની ટુકડીએ પણ તપાસમાં ઝુકાવ્યું હતું, અને ચોરાઉ જીરૂનો જથ્થો લઈને નીકળેલા એક આઈશર વાહન કે જેને પોકેટ કોપ તેમજ ઈ-ગુજ કોપના સહારે શોધી લીધું હતું, અને આજે સવારે દડીયા ગામ પાસે વોચ ગોઠવી હતી

પોલીસને બાતમી મળી હતી કે ઉપરોક્ત ચોરાઉ જીરુનો જથ્થો જામજોધપુરના માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા માટે જઈ રહ્યો છે, તેવી બાતમીના આધારે વોચ ગોઠવી આઇસર વાહન પકડી પાડ્યું હતું. જેમાં બેઠેલા તલપત્રી ગેંગ ના ચાર શખ્સો  ગોધરાના ખાલીદ ઉર્ફે ડાંગરી ઉર્ફે ભૂરીયો યાકુભભાઈ શેખ, ઈરફાન અબ્દુલ હમીદ શેખ, ફૈઝલ યાકુબ અબ્દુલ્લા શેખ, અને સુફિયા યાકુબ ઇસ્માઇલ પઠાણની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. તેઓની પૂછપરછમાં તેઓના અન્ય બે સાગરીતોના નામો ખુલ્યા છે જે રમેશભાઇ જાળીયા આદિવાસી, અને સુલેમાન અબ્દુલ ગની કઠડી, કે જે ભાગી છૂટ્યા છે. તેઓને પોલીસ શોધી રહી છે.

આ પ્રકરણમાં એલસીબી ની ટીમ દ્વારા ૨૨૫ મણ જીરું કે જેની કિંમત ૧૪,૮૫,૦૦૦ થાય છે ઉપરાંત રૂપિયા પાંચ લાખની કિંમત નું આઇસર અને ત્રણ નંગ મોબાઈલ ફોન સહિત કુલ ૨૦ લાખ રૂપિયા નો મુદ્દા માલ કબજે કર્યો છે, તેઓ અને વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. તપાસ દરમ્યાન મળેલી વિગત મુજબ આરોપીઓ જેમાં ખાલીદ ડાંગરી સામે ગોધરામાં ચાર અને સાયલામાં એક ગુનો, ઇરફાન સામે ગોધરામાં બે, ફૈઝલ સામે ગોધરામાં ૧૨ ગુના નોંધાયા છે, આરોપીઓએ સરખી એમઓથી ચોરીઓ, ચિટીંગ કર્યાની કબુલાત આપી છે જેમાં ડાંગરી સામે સાત-આઠ વર્ષ પહેલા ગોધરામાં બે ચિટીંગના ગુના, રકાબીના બંડલોની ચોરી, કપડાની ચોરીના ૩ ગુના અને શાકના બંડલની ચોરી કરી હતી.

આ સમાચારને શેર કરો