Placeholder canvas

ખેડૂતો તાર ફેન્સીંગની સહાય માટે કાલેથી અરજી કરી શકશે.

તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 ટકા બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવે છે.

ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવાની સહાય યોજનાના વર્ષ ૨૦૨૩-૨૪ માટે અરજીઓ મેળવવા આઇ ખેડૂત પોર્ટલ આવતીકાલ તા.૧૦થી સવારે ૧૦:૩૦ કલાકે ખુલ્લું મૂકવામાં આવશે. વધુમાં વધુ ખેડુતોને લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.

ખેતરમાં ઊભા પાકને બચાવવા માટે સરકાર ખેતર ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે સહાય આપે છે જેનો લાભ લેવા માટે રાજકોટ ઝોનમાં સમાવિષ્ટ થતાં રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ સહિત કુલ 6 જિલ્લાનાં ખેડૂતો 10 ડિસેમ્બર સવારે 10:30 કલાકથી 30 દિવસ સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજના અંતર્ગત ખેડૂત/ખેડૂતોએ જૂથમાં ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર(કલસ્ટર) માટે નવી અરજી કરી શકાશે.

આ સમાચારને શેર કરો