Placeholder canvas

બામણબોરમાં કુંવારી યુવતી માતા બની: પુત્રીને જન્મ આપ્યો

રાજકોટ : બામણબોર નજીક આવેલ પ્રભુ ફાર્મ રિસોર્ટમાં કામ કરતી કુંવારી યુવતીએ પુત્રીને જન્મ આપતાં એરપોર્ટ પોલીસ દોડી ગઈ હતી અને બનાવ અંગે યુવતીના વારાણસી રહેતાં પરિવારને જાણ કરવામાં આવી હતી.પ્રાપ્ત વિગત મુજબ, બામણબોર નજીક આવેલ પ્રભુ ફાર્મ રિસોર્ટમાં કામ કરતી એક 18 વર્ષીય યુવતીને ગઈકાલે પેટમાં દુ:ખાવો ઉપડતાં ત્યાં કામ કરતાં અન્ય સ્ટાફે તેણીને સારવારમાં અત્રેની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબીબી તપાસમાં તે ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું અને તેણીએ પુત્રીને જન્મ આપ્યો હતો.

યુવતી કુંવારી માતા બનતાં સિવિલ ચોકીના સ્ટાફે એમએલસી નોંધી એરપોર્ટ પોલીસને જાણ કરતાં પીઆઇ જે.એસ.ગામીત સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી બનાવ અંગે યુવતીના વારાણસી રહેતાં પરિવારને જાણ કરી હતી. બનાવ અંગે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, કુંવારી માતા બનેલ યુવતી પ્રભુ ફાર્મ રિસોર્ટમાં છેલ્લા 15 દિવસ પહેલાં વારાણસીથી કામ પર આવેલ હતી. રીસોર્ટ મેનેજમેન્ટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી ઈન્ટરવ્યું મારફતે યુવતીને કામ પર રાખેલ હતી. બનાવ અંગે તેણીના પરિવારજનોને જાણ કરવામાં આવી છે, જે લોકો આવ્યા બાદ ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવશે.

આ સમાચારને શેર કરો