Placeholder canvas

રાજકોટમાં નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ ઝડપાયું: બે શખ્સોની ધરપકડ

રાજકોટમાંથી નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. આરોપીઓ ફાયનાન્સ કંપની કે બેંક પાસેથી હરાજીમાં વાહનો ખરીદી આમાં જે વાહનોની આરસી બુક ન હોય તેની નકલી આરસી બુક બનાવી વાહનનું વેચાણ કરતા અથવા ભંગારમાં ભાંગી નાખવા માટે આપી દેતા હતા હાલ ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓની ધરપકડ કરી અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.

રામનાથપરામાં રહેતો રીક્ષા લે-વેચનો ધંધો કરતો અમીન આકબાણી અને દૂધસાગર રોડ પર રહેતા આરીફ દોઢીયાની ધરપકડ: બોગસ ડોકયુમેન્ટ બનાવી આપનાર માધાપર ચોકડીએ રહેતા બાબા ઉર્ફે પ્રદિપ ઝાલાનું નામ ખુલ્યું

મોરબી રોડ પર આવેલા ડેલામાં રેડ કરતા 9 નકલી અને 22 ઓરીજીનલ કહેવાતી આરસી બુક મળી આવી હતી. આરોપીઓએ પુછપરછમાં કહ્યું હતું કે માધાપર ચોકડી પાસે સુંદરમ સિટી એપાર્ટમેન્ટમાં રહેતો બાબાભાઈ ઉર્ફે પ્રદિપ મોહન ઝાલા તેને આ નકલી આરસી બુક બનાવી આપતો હતો અને એક આરસી બુકના રૂા.4000 લેતો હતો. આરોપીઓ ફાયનાન્સ કંપનીએકે બેંકે જપ્ત કરેલા વાહનોની હરાજીમાં ખરીદી કરતા હતા જે વાહનના ડોકયુમેન્ટ ન હોય તેના બોગસ ડોકયુમેન્ટ બનાવતા હતા. પોલીસને શંકા છે કે આરોપી આ બોગસ આરસી બુક મારફત વાહનો વેચતા હતા અથવા સ્ક્રેપ કરવા માટે આપી દેતા હતા. હાલ ડીસીબી પોલીસ મથકે આરોપીઓ સામે આઈપીસી કલમ 406, 420, 465, 467, 471, 472, 114 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો