skip to content

વાંકાનેર: ઓળ ગામની સીમમાં આવેલ ઓરડીમાંથી ૨૪૦ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

મોરબી એલસીબીએ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાં આવેલ ઓરડીમાંથી વિદેશી દારૂની ૨૪૦ બોટલ કિ. રૂ.૯૦,૦૦૦ નો મુદામાલ ઝડપી લીધો હતો.પરંતુ પોલીસના દરોડા દરમિયાન આરોપી ભાગી ગયો હતો.

મોરબી એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફ જિલ્લામાં દારૂની બદી નાબૂદ કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પો.કો. ભગીરથસિંહ ઝાલા, તેજશભાઇ વિડજા, દશરથસિંહ પરમારને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે વાંકાનેર તાલુકાના ઓળ ગામની સગો તકીરે ઓળખાતી સીમમાં રેડ કરી હતી.

વાંકાનેર તાલુકાના ઓળ ગામની સગો તકીરે ઓળખાતી સીમમાં ખરાબામાં આવેલ ઓળ ગામના ચેતન અવચરભાઇ કોળીના કબ્જા ભોગવટા વાળી ઓરડીમાં રેઇડ કરતા મેક્ડોવેલ્સ નં-૦૧ કલાસીક બ્લેન્ડ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ કાચની કંપની સીલબંધ બોટલ નંગ-૨૪૦ કિ. રૂ.૯૦,૦૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો. આ મુદામાલનો કબજો લઈને રેડ સ્થળ પર હાજર ન મળી આવેલ આરોપી ચેતન અવચરભાઇ વિંજુવાડીયાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો