Placeholder canvas

વાંકાનેર: સરતાનપર ગામમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાણી…

વાંકાનેર : તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે સરતાનપર ગામે રેડ કરીને પોલીસે દેશી દારૂની ભઠ્ઠી, દેશી દારૂના સાધનો સાથે બુટલેગરને ઝડપી લીધો હતો.

વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે સરતાનપર ગામે રામજી મંદીરની પાછળની શેરીમાં આરોપીના રહેણાક મકાને ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરીને દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી ગરમ આથો લીટર-૭ કી.રૂ.૧૪ તથા ઠંડો આથો લીટર-૨૦૦ કી.રૂ.૪૦૦ તથા ગરમ દારૂ લીટર-૧૦ કી.રૂ.ર૦૦ તથા ઠંડો દેશી દારૂ લીટર ૪૦ કી.રૂ.૮૦૦ તથા દેશી દારૂ ગાળવાના ભઠ્ઠીના સાધનો મળી રૂ.ર૦૩૦ મળી કુલ મુદામાલ કી.રૂ.૩૪૪૪ મુદામાલ સાથે આરોપી નવઘણ ગોંવીદભાઇ સરાવાડીયા (ઉ.વ-૩ર)ને ઝડપી લીધો હતો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો