Placeholder canvas

વાંકાનેર: મોહંમદી લોકશાળાના કર્મનિષ્ઠ શિક્ષક ભાલારા સાહેબ સેવાનિવૃત

વાંકાનેર: મોહંમદી લોકશાળા ચંદ્રપુર ખાતે અંગ્રેજી વિષયના માસ્તર ભાલારા સાહેબ (એ. એમ. શેરસીયા ) નો ગઈ કાલે સેવા નિવૃત્તિ સમારંભ યોજાય ગયો.

આ સમારંભમાં શાળાના ઉપપ્રમુખ હાજી આહમદ સાહેબ તથા ટ્રસ્ટી ગુલાબભાઇ મંત્રી ઉપસ્થિત રહી ફુલહાર, શાલ ઓઢાડી તથા પોતાના અનુભવ અને ભાલારા સાહેબ ના 30વર્ષની એક ઉમદા માસ્તર તરીકેના કાર્ય ને બિરદાવ્યુ હતું. આ શાળા ના આચાર્ય માથકીયા સાહેબ અત્યંત ભાવુક્તાથી પોતાના સાથી કર્મચારી સાથેની યાદો વાગોળી સમગ્ર સ્ટાફ પરિવારે ફુલહાર, શાલ તથા સન્માનપત્ર અને રોકડ પુરસ્કાર થી ભાલારા સાહેબ તથા તેમના ધર્મપત્ની રિમીબેનને સન્માનીત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આ શાળાના મદદનીશ શિક્ષક એમ. એ. શેરસીયાએ કર્યું હતું.

ભાલારા સાહેબની વિદાય એક મિસાલ બની ગઈ ભાલારા સાહેબે પોતાને મળેલ રોકડ રકમ દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આપી. તથા આ શાળાની પવિત્ર માટીને ચુંબન કરી પોતાની દિલની લાગણી વ્યક્ત કરી. વિદ્યાર્થીઓને પોતાના ગુરુ માન્યા. તેમની સામે ઝૂક્યા એ દ્રશ્ય ખરેખર વિરલ હતું. બધા શિક્ષકોને કલમ ભેટ તરીકે આપી કલમની તાકાત અને મહત્વ સ્થાપિત કર્યું.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો