Placeholder canvas

થાન: ભાડુલા વિસ્તારમાં વિજ અને ખાણ ખનીજ વિભાગનાં દરોડા

થાનગઢના ભડુલા તરીકે ઓળખાતા વિસ્તારમાં ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ સામે પીજીવીસીએલ અને ખાણ ખનીજ વિભાગ સાથે સ્થાનિક મામલતદારની ટીમો એ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમા બિનવારસી ચરખીઓ, વીજ ટ્રાન્સફોર્મર અને કોલસાનો જથ્થો મળી આવ્યો હતો. પરંતું આરોપી કોઇ ન મળતા દરોડાની ટીપ્સ ખનીજ માફિયાઓ ને વહેલા મળી ગયા ની ચર્ચા ઉઠેલ છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં વ્યાપક ખનીજ ચોરી માટે પ્રખ્યાત થાનગઢ આસપાસમાં ખનીજ માફિયાઓ દ્વારા કરાતી મોટા ખનીજ ચોરી ડામવા ભડુલા તરીકે ઓળખાતા વિસ્તારમાં સોમવારનાં ખાણ ખનીજ વિભાગ સ્થાનિક મામલતદાર, અને વીજ વિભાગ ની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન ગોઠવી છાપા મારવામાં આવેલ ખનીજ ચોરો સામે હાથ ધરાયેલ ઓપરેશન દરમિયાન બિનવાસી 4 ચરખી,25 મેટ્રિક કર્બોસેલ (કોલસો) અને પકડી પાડયો હતો. ખનીજ ચોરી માટે ગેરકાયદે વીજ જોડાણ મા વપરાતા 4 ટ્રાન્સફોર્મર ટીસી બિનવારસી મળી આવેલ હતા

થાનગઢ આસપાસના વિપૂલ માત્રામાં મોટા પ્રમાણમાં કાર્બોસેલ (કોલસો) નિકળે છે જમીનમાં રેહેલ આ ખનીજ ને ગેરકાયદેસર મોટા પ્રમાણમાં ખોદકામ કરી ખનીજ માફિયાઓ કરોડોની ખનીજ ચોરી સાથે વીજ ચોરી કરે છે.જે સમગ્ર રાજ્ય અને જીલ્લા નું તંત્ર જાણે છે. લોકોનો વિરોધ થાય કે ઉપર થી કામગીરીનો આદેશ થાય ત્યારે આવા દરોડાની કાર્યવાહી હાથ ધરાતી હોવાનું ચર્ચાય છે

સોમવારના દરોડા દરમ્યાન કોલસો ચરખી કોલસો બિનવારસી કબજે કરાયો છે અને કોણ ખનીજ માફિયાઓ છે તેની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું કહેવાય છે. તંત્રના દરોડા પહેલાજ ખનીજ માફિયાઓ ને માહિતી મળી જતા ખનીજ ખાડાઓ બિનવારસી મુકી ને જતા રહે છે અને આવી માહિતી તંત્ર સાથે રહેલા લોકો પૈકી ના જ હોવાની પંથકમાં ચર્ચા છે. થાનગઢ પંથક ની ખનીજ ચોરી નો કારોબાર એવી સિસ્ટમ થી ગોઠવાયેલ છે કે તંત્ર એ માત્ર દેખાવ પુરતી કામગીરી થી સંતોષ મનાવી લેવાનો હોવાનું જાણવા મળે છે.

આ સમાચારને શેર કરો