Placeholder canvas

ચૂંટણી પંચે 168 નવા પ્રતિકો દાખલ કર્યા…

હવે સીસીટીવી કેમેરા, માઉસ, પેનડ્રાઈવ અને ઇલેક્ટ્રીક એક્સ્ટેશન બોર્ડ જેવા 168 નવા રસપ્રદ પ્રતીકો evm માં જોવા મળશે.

ચૂંટણીમાં રાજકીય પક્ષોના પ્રતિકો મોટાભાગે નિશ્ચીત હોય છે અને ભાજપનું કમળ તથા કોંગ્રેસનો પંજો એ દેશભરમાં તથા હવે આમ આદમી પાર્ટીનું ઝાડુ પણ પ્રચલિત થઇ ગયું છે. ગુજરાતમાં આ ત્રણ ચૂંટણી પ્રતિક હાલ સૌથી વધુ દેખાય છે પરંતુ અપક્ષો કે જે આ ચૂંટણીઓમાં સૌથી વધુ સંખ્યામાં હોય છે તેમાં હવે નવા નવા રસપ્રદ ચૂંટણી પ્રતિકો જોવા મળે છે. સમાજવાદી પક્ષે સાયકલ અને એનસીપીએ ઘડીયાળને પોતાનું પ્રતિક નિશ્ચીત કરી લીધા છે. શિવસેનામાં ભાગલા પડવાથી તેના પ્રતિકોમાં હવે નવા પસંદ કરવા પડ્યા છે

પરંતુ હવે ચૂંટણી પંચે અનેક નવા અને અત્યારના સમયમાં સૌથી વધુ નજરે ચડતા ચૂંટણી પ્રતિકો પણ દાખલ કર્યા છે અને તેવા 168 ચૂંટણી પ્રતિકો ફ્રી ફોર ઓલ જેવી સ્થિતિ છે એટલે કે અપક્ષો તે પસંદ કરી શકે છે. જેમાં એર કન્ડિશન, સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટર માઉસ, ઇલેક્ટ્રીક એક્સ્ટેશન બોર્ડ, હેડફોન, પેનડ્રાઇવ, લેપટોપ, નુડલ, ફોન ચાર્જર અને વેક્યુમ ક્લીનર પણ ચૂંટણી પ્રતિકો તરીકે તમને ઇવીએમમાં જોવા મળે તો આશ્ર્ચર્ય થશે નહીં અને સામાન્ય ચૂંટણી પ્રતિકો કે જેમાં હળ કે પછી કુકર પણ ચૂંટણી પંચ એલોટ કરે છે.

આ સમાચારને શેર કરો