Placeholder canvas

વાંકાનેર તાલુકાના ૮૪ ગામોમાં નેતૃત્વ માટેનો ચૂંટણી જંગ:ફોર્મ ભરવા કચેરીમાં ભારે ભીડ !

આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, 7 તારીખે થશે ચિત્ર સ્પષ્ટ

હાલ ગુજરાતમાં મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઇ છે, ત્યારે હવે આ ચૂંટણીમાં સરપંચ અને વોર્ડના સભ્યો માટે ફોર્મ ભરવાનો આજ અને આવતીકાલ એમ છેલ્લા બે દિવસો બાકી રહ્યા છે. ત્યારે જે કચેરીઓમાં ફોર્મ ભરાય છે ત્યાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

વાંકાનેર તાલુકામાં કુલ ૯૦ ગ્રામ પંચાયતો આવેલી છે, જેમાંથી 83 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ રહી છે અને સિંધાવદર ગામમાં પેટા ચૂંટણી થઈ રહી છે. આમ વાંકાનેર તાલુકામાં કુલ ૮૪ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે, ત્યારે જોવાનું એ રહે છે કે વાંકાનેર તાલુકાના 84 ગ્રામ પંચાયતોમાંથી કેટલી ગ્રામ પંચાયતો સમરસ થાય છે.

આ ચૂંટણીમાં તારીખ 2 સુધીમાં કુલ ૮૪ ગ્રામ પંચાયતોમાંથી સરપંચ માટેના 85 ફોર્મ ભરાયા છે અને વોર્ડના સભ્ય માટેના 296 ફોર્મ ભરાયા છે. આ આંકડો જોતા હજુ 50% ફોર્મ ભરાયા હોય એવું લાગે છે. એક અંદાજ મુજબ સરપંચ માટેના દોઢસોથી વધુ ફોર્મ ભરવાની શક્યતા છે.જ્યારે સભયોના ૫૦૦થી વધુ ફોર્મ ભરાય શકે છે. એના પરથી એવું કહી શકાય કે છેલ્લા બે દિવસોમાં ફોર્મ ભરવામાં ખુબ ઘસારો રહેશે.

વાંકાનેરમાં સેવાસદન અને તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીનાં ફોર્મ ભરાય રહ્યા છે, આ બંને કચેરીમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેમજ વકીલો અને રાઇટર પાસે ફોર્મ ભરાવવામાં પણ ભારે ઘસારો દેખાઈ રહ્યો છે. આ બંને કચેરીની મુલાકાત લેતા અહીંયા ચૂંટણી લડવા માટેનો લોકોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે, ચાર-પાંચ માસના બાળકો સાથે મહિલાઓ પણ ફોર્મ ભરવા માટે આવેલ જોવા મળે છે તો શારીરિક રીતે હેન્ડીકેપ હોય તેવા લોકો પણ ગામના રાજકારણમાં સક્રિય રસ લઈને ફોર્મ ભરવા માટે આવેલા જોવા મળે છે.

આ ભારે ઉત્સાહ કદાચ સમરસ ગ્રામ પંચાયતની સંખ્યામાં ઘટાડો લાવી શકે છે, હાલની પરિસ્થિતિ જોતા કદાચ વાંકાનેરમાં ૮ થી ૧૦ ગ્રામ પંચાયત સમરસ થવાની શક્યતાં લાગે છે. તા.7 ફોર્મ પાછ ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે..

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો