Placeholder canvas

વાંકાનેર: આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ પદે પાજ ગામના ગનીભાઇ બાદીની વરણી

વાંકાનેર: આમ આદમી પાર્ટીના વાંકાનેર તાલુકા પ્રમુખ પદે પાજ ગામના યુવાન ગનીભાઈ બાદીની વરણી કરવામાં આવી છે.

તાજેતરમાં મોરબી ખાતે આવેલા ઇશુદાન ગઢવીની હાજરીમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ યોગેશ રંગપડીયાએ વાંકાનેર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે વાંકાનેર તાલુકાના પાજ ગામના યુવાન ગનીભાઇ બાદીની વરણી કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકામાં આમ આદમી પાર્ટીનું નવું માળખું રચવામાં આવશે અને વિવિધ હોદ્દાઓ પર કાર્યકરોની નિમણૂક કરવામાં આવશે. નવનિયુક્ત ગનીભાઈ બાદીની વાંકાનેર તાલુકામાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત કરવાની મુખ્ય જવાબદારી રહેશે અને ગુજરાતમાં ઈમાનદાર રાજનીતિ અને રાજકિય ક્રાંતિમાં વાંકાનેર તાલુકાનું મહત્વનું યોગદાન રહે તે માટે નિષ્ઠાવાન કાર્યકરો અને આગેવાનોની પસંદગી કરવાની મહત્ત્વની જવાબદારી તેઓની રહેશે.

વાંકાનેર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ ગનીભાઈ બાદીએ કપ્તાન સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે વાંકાનેરમાં આમ આદમી પાર્ટીના વિચારો સાથે સહમત હોય અને વાંકાનેરમાં રાજકીય ક્રાંતિ અને ઇમાનદારીના રાજકારણમાં માનનારા યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે +91 98246 77578 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

વાંકાનેર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે ગનીભાઈ બાદીની નિમણૂક થતા તેઓને વાંકાનેર તાલુકાના રાજકીય-સામાજિક આગેવાનો અને યુવાનો તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો