Placeholder canvas

ઈદ મુબારક: આકરા તપ,શબ્ર અને ઈબાદત પછી મળેલું ખુશીનું પર્વ એટલે ‘ઈદ’

મુસ્લિમ બિરાદરોએ રમજાનના એક મહિનાના રોજા રાખીને, નમાજ પડીને, કુરાન શરીફનું પઠન કરીને, ભારે ગરમીના દિવસોમાં આકરા તપ,શબ્ર અને ઈબાદત પછી અલ્લાહ તરફથી મળેલું ખુશીનું પર્વ એટલે ‘ઈદ’

રમજાન મહિનાના છેલ્લા એટલે કે 30મા દિવસે સાંજના સૂર્યાસ્ત સમયે આકાશમાં ચાંદ દેખાતા જ રમજાન મહિનો પૂરો થયો અને શવાલ મહિનો શરૂ થયો. સવાલ મહિનાના પહેલા દિવસે મુસ્લિમ બિરાદ્રો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવે છે. સવારે સૂર્યોદય બાદ ઈદનું ખાસ નમાજ પડવામાં આવે છે અને ખાસ દુઆ કરવામાં આવે છે આ નમાજ મોટાભાગે ગ્રામ્ય વિસ્તારમાં ગામથી દૂર આવેલી ઈદગાહ પર નમાજ પડવા આવે છે. ઇદના નમાઝ બાદ એકબીજાને ભેટીને ઈદની મુબારક બાદ પાઠવવામાં આવે છે.

આજનો સમય ટેકનોલોજીનો છે અને સમયની સાથે ઈદ મુબારક પાઠવવાની રીત પણ બદલાઇ છે. વર્તમાનમાં લોકો એક બીજાને ફોન પર મેસેજ મોકલીને પોતાની શુભેચ્છા પાઠવે છે.

ઇદના નમાજ પૂર્વે ગરીબો પણ ઈદ ઉજવી શકે એ માટે ફિતરા કાઢવામાં આવે છે. આ ફીતરા ગરીબ લોકોને આપવામાં આવે છે જેથી ગરીબ લોકો પણ બધાની સાથે મળીને ઈદની ખુશી માણી શકે, ઈદ ઉજ્જવી શકે… નમાજ બાદ મુસ્લિમ બિરાદરો સગા સંબંધીઓ મિત્રોને મળવા માટે તેમના ઘરે જાય છે. અને ઈદ મુબારક કહે છે.

કપ્તાન પરિવાર તરફથી તમામ વાચકોને ઈદ-ઉલ-ફિત્રની ખુબ ખુબ મુબારક બાદી ‘ઈદ મુબારક’

આ સમાચારને શેર કરો