વાંકાનેર-રાજકોટ રોડ પર સીંધાવદર પાસે ઈકોએ બાઇકને ઉડાળયું : દિયર-ભોજાયનું મૃત્યુ.

જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુલામભાઇ પરાસરાના પારિવારિક ભત્રીજા અને ભત્રીજા વહુનું અકસ્માત થયું મૃત્યુ.

હાલ લોકડાઉન છે ત્યારે રોડ પર વાહનોની સંખ્યામાં ઘટાડો થયો છે ત્યારે કેટલાક વાહન ચાલકો આ સમયનો ફાયદો ઉઠાવીને બેફામ વાહન ચલાવતા હોય છે.તેવી એક દુર્ઘટના આજે વાંકાનેર થી રાજકોટ તરફ જતા રોડ પર સીંધાવદર ગામ ની નજીક આવેલ જેટકો ના સબસ્ટેશન પાસે બની હતી. જેમાં બાઈકમાં આવતા દિયર ભોજાઈ નું મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ આજે વાંકાનેરથી રાજકોટ તરફ જતા રોડ પર સીંધાવદર ગામની નજીક આવેલ જેટકો ના સબસ્ટેશન પાસે ઇક્કો અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં રાજકોટ હોસ્પિટલે દવા લઈને પરત સિંધાવદર આવી રહેલ ઇરફાન હુસેનભાઈ પરાસરા અને તેમના ભાભી હુસેનાબેન શાહબુદ્દીનભાઇ પરાસરા ને એક વાંકાનેર તરફ થી પૂરઝડપે આવી રહેલ ઈક્કો એ હડફેટે લીધા હતા જેમાં હુસેનાબેન પરાસરા નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે ઇરફાનભાઈ પરાસરા ને સારવાર અર્થે રાજકોટ લઈ જવા માં આવેલ અને ત્યાં તેમને ડોકટરે મૃત જાહેર કર્યા હતા.

આમ સીંધાવદરમાં એક જ ઘરે બે મૃત્યુ થતાં ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. મુક્તક ઇરફાન હુસેનભાઈ પરાસરા ઍ મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરાના કૌટુંબિક ભત્રીજા થાય છે. આ અકસ્માતની જાણ થતાં જ ગુલામભાઇ પરસરા, ધારાસભ્ય પિરઝાદા અને અન્ય સામાજિક અગ્રણીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/C5nUv0JlDWPG3E4zTpd2xA

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો