બહુ થયું ! ચોર પેન્ટ,ટીશર્ટ ભરેલી આખી ઇકો કાર જ ઉપાડી ગયા !

વાંકાનેર : વાંકાનેર શિવપરા વિસ્તારમાં તસ્કરોએ ભારે કરી ઇકો કારમાં નાઈટ પેન્ટ અને ટીશર્ટનો ધંધો કરતા યુવાનની આખેઆખી દોઢ લાખ રૂપિયાનો માલ ભરેલી સમુળગી ઇકો જ ઉઠાવી ગયા છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેરની શિવપાર્ક સોસાયટી શેરી નંબર 3માં રહેતા યોગેશભાઈ પ્રવિણભાઈ મચ્છોયા ઇકો કારમાં નાઈટ પેન્ટ અને ટીશર્ટ વેચવાનો ધંધો કરતા હોય ગત તા.28ના રોજ રાત્રે ઘર પાસે ઇકો કાર પાર્ક કરી હતી ત્યારે કોઈ અજાણ્યા તસ્કર માલ ભરેલી આંખે આખી ઇકો કાર જ ઉઠાવી ગયા હતા.

વાંકાનેર સીટી પોલીસે યોગેશભાઈ પ્રવિણભાઈ મચ્છોયાની ફરિયાદને આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રૂપિયા 4 લાખની મારૂતીની ઈક્કો ગાડી રજી.નંબર-GJ-36-R-6911 તેમજ તેમા ભરેલ નાઈટ ટી-શર્ટ પેન્ટ કિંમત રૂપિયા દોઢ લાખના ચોરી કરી જવા મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો