RDC બેંકની પ્રોત્સાહન ઇનામી યોજનામાં વાલાસણ મંડળી વિજેતા થતા સ્પ્લેન્ડર મળ્યું !

વાંકાનેર: આરડીસી બેંક તરફથી સને-૨૦૨૦૨૧ ના વર્ષ માટે અમલમાં મુકવામાં આવેલ પ્રોત્સાહન ઇનામી યોજના અન્વયે વાલાસણ મંડળી ગૃપ નંબર ૨ માં તૃતિય ક્રમે વિજેતા થતા ૭૦,૦૦૦/–ઇનામને પાત્ર બનેલી, બેંકના નિર્ણય પ્રમાણે આ ઇનામની રકમ વાહન ખરીદવા ઉપયોગમાં લેવાની છે, જે મુજબ હીરો સ્પેલન્ડર પ્લસ 3is ખરીદવા નિર્ણય થયેલ હોય જેથી સ્પેલેન્ડર મળશે, જોકે મોટરસાયકલનો વીમો પાસિંગ ટેક્સ મંડળીએ ભરવાનો રહેશે.

આજે રાજકોટ ડિસ્ટ્રીકટ કોપરેટી બેન્કના વિવિધ કાર્યક્રમો માર્કેટિંગ યાર્ડ શનાળા રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યો હતો, ત્યાં વાલાસણ સહકારી મંડળીના પ્રમુખ ઇસ્માઇલભાઈ કડીવાર અને મંત્રી હુસેનભાઈ સિપાઈનું જયેશભાઈ રાતડીયાના હસ્તે સન્માન કરી, શિલ્ડ અને સ્પ્લેન્ડર આપવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો