Placeholder canvas

વાંકાનેર: વાહનમાં પેસેન્જર ભરવા મામલે બઘડાટી, સામસામી ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના વાહનોમાં પેસેન્જર ભરવા મામલે બે પક્ષ વચ્ચે બઘડાટી બોલી જતા સામસામી ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર જિનપરામાં વાહનમાં પેસેન્જર ભરવા મામલે બાબુભાઇ મોનાભાઈ સરૈયાને આરોપી હુસેનભાઈ મહમદભાઈ પીપરવાડિયા અને ફૈઝલ હુસેનભાઈ પીપરવાડિયાએ ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી છરી વડે ઇજા પહોંચાડતા ફરિયાદ નોંધાવી હતી.

સામાપક્ષે હુસેનભાઈ મહમદભાઈ પીપરવાડિયાએ બાબુભાઇ ભરવાડ, કરણાભાઈ પ્રજાપતિ તેમજ ત્રણ અજાણ્યા માણસો વિરુદ્ધ પેસેન્જર ભરવા મામલે બોલચાલી કરી કડા વડે છાતીમાં મૂંઢ માર મારવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર જકાતનાકા નેશનલ હાઇવે પર ચોટીલા સાઈડ અને મોરબી સાઇડ બંને બાજુ ઇકો વાળા અને રિક્ષાવાળા ખૂબ મોટી સંખ્યામાં આડેધડ પાર્કિંગ કરે છે જે ટ્રાફિકને ખૂબ અડચરરૂપ પણ થાય છે. આમ છતાં વાંકાનેર શહેર પોલીસને આ કશું કેમ દેખાતું નથી? જ્યારે જ્યારે આવા પ્રશ્નો થાય ત્યારે વાંકાનેર શહેર પોલીસ બે દિવસ દેખાડો કરી અને પાછું રાબેતા મુજબ પોતે જ થવા દે છે. આવા પેસેન્જર ભરવા માટે ઝઘડા થાય છે તે માટે સૌથી વધુ જો કોઈ જવાબદાર હોય તો પોલીસના આંખ મીંચામણામાં છે. લોકો માટે હાઇવે ક્રોસ કરવો અને ચંદ્રપુર અને ભાટિયા સોસાયટી તરફના જવાના સર્વિસ રોડમાં લોકો માટે ચાલવું દુશવાર બની ગયું છે.

આ સમાચારને શેર કરો