Placeholder canvas

ચોટીલામાં ડ્રાઈવર વગરના ડમ્પરે 2 ભાઇઓનો લીધો જીવ

ચોટીલા મામલતદાર કચેરી પાસે ડ્રાઈવર વગરના દોડતા ડમ્પરે 2 ભાઇઓનો ભોગ લીધો હતો. જેમાં મામલતદાર કચેરીના દરવાજા પાસે ચાલતા જતાં બે યુવાનો ઉપર ડમ્પર કાળ બનીને બંને ઉપર ફરી વળતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા બંનેનાં મોત નિપજ્યા હતા. મોતની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

એવું પણ કહેવામાં આવે છે કે, ડમ્પર ચાલક રોડ ઉપર પર હેંડબ્રેક માર્યા વગરનું ડમ્પર ઉભું મુકીને જતો રહ્યો હતો. જેમાં ઢાળ હોવાથી ડમ્પર રળતું રળતું આવીને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બંને યુવાનો રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને બંને યુવાનોની લાશોને ચોટીલા પોલીસે સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો