Placeholder canvas

ટંકારા: ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત….

રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા પાસે આવેલી આર્ય વિદ્યાલય નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં કેટલાક પેસેન્જરને ગંભીર ઇજાઓ પહોંચી છે.

મળેલી માહિતી મુજબ ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો ઘાયલોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે

ટંકારાથી રાજકોટ તરફ આર્ય વિધાલયમ્ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં સાતેક વ્યક્તિ ધાયલ થયા છે 108 એમ્બ્યુલન્સ ટંકારા દ્વારા ધાયલ ને મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડયા છે

જ્યારે રાજકોટ મોરબી રોડ પર ટંકારા નજીક અકસ્માત ને પગલે ટ્રાફિક જામ થઇ જતા ટંકારા પોલીસના થાણા અમલદાર એચ આર હેરભા ની દેખરેખ હેઠળ જવાનો સ્થળ પર પહોંચી કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રયાસ હાથ ધર્યો છે.

સ્થળ પર હાજર એડવોકેટ મનસુખભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે હજુ ધાયલો બસ મા છે અને બિજી એમ્બ્યુલન્સ ની રાહ જોઈ રહ્યા છે.

વધુ વિગતો મેળવી રહા છે….. જયેશ ભટાસણા ટંકારા

આ સમાચારને શેર કરો