Placeholder canvas

ગુજરાતમાં દારૂબંધી: દારૂડિયા ધોળા દિવસે દારૂ પીને રોડ પર ચક્કાજામ કરે છે.

વાંકાનેર: ગુજરાતમાં દારૂબંધી છે એવું કહેવું હવે થોડુંક હાસ્યાસ્પદ લાગે છે, શહેરના દરેક ખૂણે અને તાલુકાના દરેક ગામડે ખુલ્લેઆમ દારૂ વેચાય છે. આ બાબત પોલીસ સીવાય ના તમામ લોકો જાણે છે.

હવે ખુલ્લામાં દારૂ વેચાય છે એ વરવી વાસ્તવિકતાને લોકોએ સ્વીકારી લીધી છે. જેથી લોકોને એમાં બહુ વાંધો પણ નથી. પણ કયારેક એવું બને છે કે આ દારૂડિયાઓ દારૂ પીને દંગલ કરે છે ત્યારે લોકોને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આમ છતાં પોલીસ હરકતમાં આવતી નથી, એ પણ એક વાસ્તવિકતા છે.

આજે સવારના સાડા નવ વાગ્યાની આસપાસ વાંકાનેર જડેશ્વર રોડ પર રાતીદેવડી ગામ પાસે એક દારૂડિયો જડેશ્વર રોડ પર વચ્ચોવચ સુઈ ગયો હતો જેથી જડેશ્વર રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. લગભગ ૧૦ થી ૧૫ મિનિટના આ ખેલનો લોકોએ મફતમાં મનોજંન મળ્યું હતું અને આ દારૂડિયાએ કરેલા ખેલમાં પોલીસની આબરૂના ધજાગરા ઉડયા હતા.

અહીં ભારે ટ્રાફિક થઈ જતા કોઈ એક સજ્જનને આવીને દારૂડિયાને બે ત્રણ ધોલમાં દીધી હતી અને ત્યાંથી હટાવ્યો હતો ત્યારે આ દારૂડિયો ગાળો બોલવા લાગ્યો હતો, પણ ટ્રાંફિકમાં ફસાયેલા લોકોનો છુટકારો થઇ ગયો હતો.પોલીસ હજુ આરામમાં જ છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/FQTfpgj5vPdLBPWtZn0YKh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો