Placeholder canvas

ટંકારા ઓવરબ્રિજની કામગીરીથી વાહનચાલકો ત્રાહીમામ, સોસાયટીના રસ્તાનો સર્વિસ રોડ તરીકે ઉપયોગ થતા સ્થાનિકો પરેશાન

By Jayesh Bhatasaniya -Tankara ટંકારા ઓવરબ્રિજ ની કામગીરી થી વાહનચાલકો ત્રાહીમામ બ્રીજ સોલડર વે બનાવ્યા વગર ચાલતુ કામ સોસાયટી ના રસ્તા ને સર્વિસ રોડ તરીકે ઉપયોગ કરતા રહીશોએ રાજકીય નેતાનું ધ્યાન દોર્યું. જીલ્લા પંચાયત ના સદસ્ય મહેશ રાજકોટિયા ને રજુઆત બાદ યોગ્ય કરવા ની ખાત્રી આપી જો યોગ્ય નિકાલ ન થાય તો રસ્તો બંધ કરવા ની ચિમકી નેશનલ હાઈવે ધુળની ડમરીની બંમબોર જામનગર થી આવતા વાહનો ને રાજકોટ તરફ ને મોરબી ના વાહનો ને જામનગર તરફ જવા કોઈ રસ્તો ન હોય કલાકે કલાકે સર્જાય છે ટ્રાફિક જામ રોડ પર ના દબાણો દૂર કરવા માટે મુહૂર્તની રાહ જોવાય રહી છે. શાળાની દિવાલ હટાવનાર બાકીના દબાણો કયારે હટશે? માર્ગ પર ટ્રાફિક મા મોટી અરચણ છતા લાઝ કાઢી બેઠુ છે તંત્ર મિલીભગતનો આરોપ કોઈ ન બોલે ત્યા સેખી જીકે છે ને મુછાળા પાસે મિયા ની મિંદડી…

ટંકારા ધણા મહીનાથી ઓવરબ્રિજનુ કામ ચાલુ છે અને સગવડો મેળવવા અગવડ ભોગવવી પડે એમા કોઈ વાંધો નથી પરંતુ નપાણીયા તંત્ર અને કોન્ટ્રાક્ટર ને કારણે કરછ રાજકોટ જામનગર ને જોડતો મુખ્ય નેશનલ હાઈવે ટંકારા થઈ ને પ્રસાર થાય છે રોજના હજારો નાના મોટા વાહનો જ્યા થી નિકળે જે ત્યાં બ્રિજ બનતો હોય તેમ છતાં બ્રિજ સોલડર વે કર્યા વગર કામ ચાલુ છે. સાથે હાઈવે પર ખડકાયેલા દબાણો હટાવયા નથી. ન બોલે એવા અડચણ દુર કરી સેખી મારતા નડતર ને હટાવી નથી શકતા અને ડાયવરજન ન હોવાથી ભારે વાહનો ને વળવા મા ભારે મુશ્કેલી પડતી હોય કલાકે કલાકે ટ્રાફિક જામ થઇ જતા મુસાફરો ને ભારે હાલાકી ભોગવવી પડે છે જેમા ધુતરાષટ ની ભૂમિકા ભજવી રહેલ જવાબદાર અધિકારી ના કારણે ગાડીઓ શહેર ની સોસાયટીમાથી પસાર થઈ સર્વિસ રોડની જેમ ઉપયોગ કરતા હોય અકસ્માતનો ભય ઉભો થયો છે.

આ સમગ્ર મામલે રહીશો એ જીલ્લા પંચાયત ના સદસ્ય મહેશ રાજકોટિયા ને પરેશાની અંગે વાકેફ કર્યા હોય રાજકોટીયા લાલધુમ થઈ મેદાને આવ્યા છે અને સોસાયટી ના રસ્તા કાઈ સર્વિસ રોડ નથી માટે ઉભા ઉભ જરૂરી તમામ વ્યવસ્થા કોન્ટ્રાક્ટર દ્વારા અધિકારી કરાવે અન્યથા રોડ બંધ કરી દેવાની ચિમકી ઉચ્ચારી છે હવે જોવુ એ રહુ કે આ બાબતે દરરોજ સવારે અહી થી પ્રસાર થતા સાંસદ મોહન કુડારીયા ધારાસભ્ય કગથરા ઉચ્ચ નોકરશાહો શુ કરે છે તે મોટો સવાલ છે.

આ સમાચારને શેર કરો