ભુગર્ભ ગટર સ્વિકારી નથી તો પણ પંચાયતે ઠરાવ કર્યો! રાજીનામું દેશુ,ભલે નોટિસ ફટકારીની સેખી સમાપ્ત.!

By Jayesh Bhatasaniya -Tankara ટંકારા ગામ પંચાયત દ્વારા ભુગર્ભ ગટર યોજના હેઠળ ગામના મકાન માલિક પર 200 રૂપિયાના વેરાના ઠરાવ બાદ વિરોધનો વંટોળ ઉઠયો છે અને મહીલા સંરપચ નિશાબેન ત્રિવેદી ઉપર અનેક સવાલો ઉભા થયા છે.

સ્વભાવીક છે કે આ ટર્મ પહેલા નિશાબેનના પતી સરપંચ હતા અને ભુગર્ભ ગટર બાબતે ભ્રષ્ટાચારના આરોપસર આ યોજના સ્વિકારી ન હતી અને ચુંટણી પહેલા આ મુદે નગરજનો ને પણ હુ રાજીનામું આપી દયશ પણ ભુગર્ભ ગટર યોજના નહી સ્વિકારૂ તંત્ર ને ભલે હોદા પર થી બરતરફ કરવા નોટિસ આપે પણ હુ આ નહી કરુ એ બધી વાતો ને લઈને હવે તાંપણા પંડાલોમા સરપંચ વિરુદ્ધ વિશ્ર્વાસધાતની વાત થઇ રહી છે.

તદ ઉપરાંત એવુ પણ જાણવા મળ્યું છે કે આ યોજના પંચાયતે સ્વિકારી નથી જો એ સત્ય હોય તો પછી આ ઠરાવ શેનો અને વેરો પણ સાનો?આ બાબતે મહીલા સરપંચ નિશાબેન નો સંપર્ક કરવા નો પ્રયાસ કર્યો હતો પરંતુ પંચાયતે મળ્યા ન હોય વધુ વિગતો મહિલા સરપંચ ને મળ્યા બાદ જ ખબર પડશે પણ આ ગટર ના મુદે ભારે ગરમાવો આવી ગયો છે.

આ સમાચારને શેર કરો