અમદાવાદ: બાળકો પાસે ફરજિયાત ‘થેંક્યું લેટર’ લખાવ્યા

અમદાવાદની શાળાઓ દ્વારા પોતાના વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાનને CAA માટે થેંક્યું લેટર લખાવવામાં આવ્યા છે. સુત્રો જણાવે છે કે આ થેંક્યું લેટર માત્ર ખાનગી શાળા જ નહીં AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના વિદ્યાર્થીઓ પાસે પણ લખાવવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ આ થેંક્યું ઉપરથી (સરકારમાંથી) આવ્યું છે. જોકે આ લેટર પાછા ફરજિયાત લખવાના જ….

સમગ્ર ઘટના એવી છે કે ઘાટલોડિયાની ત્રીપદા ઇન્ટરનેશલનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકના વાલીના જણાવ્યા મુજબ શાળાના તમામ બાળકો પાસે પોસ્ટકાર્ડમાં એક થેંક્યું લેટર લખાવ્યો હતો. જે લેટરમાં CAA ના કાયદા બદલ માનનિય વડાપ્રધાનનો આભાર માનવાનું લખાણ કરાવાયું હતું.

આ સમાચારને શેર કરો