Placeholder canvas

મોરબી: રવાપર તાલુકા શાળામાં વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઇ.

મોરબી: આજ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રવાપરના સયુંકત ઉપક્રમે રવાપર તાલુકા શાળા મોરબી ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮ ના કુલ ૪૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોરિયા હતા. ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન અને તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવી હતી. જ્યારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રવાપરના સી.એચ.ઓ પ્રજ્ઞેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.

આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને સબ સેન્ટર રવાપર દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ અને અંતે શાળાના આચાર્ય હિરેનભાઈ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રવાપરનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ માં આરોગ્યનાના સ્ટાફ એમ.પી.એચ.એસ. દિનેશભાઈ રાંકજા અને એમ.પી.એચ.ડબલ્યુ વિજયગીરી ગોસાઈ પણ ઉપસ્થિત રહેલ. અને કાર્યક્રમમાં સહયોગ કરેલ.

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…

નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો.

https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો