Placeholder canvas

રાજકોટમાં એક સપ્તાહમાં ત્રીજી સગીરા પીંખાઈ: થોરાળામાં સગીરા પર દુષ્કર્મ…

રાજકોટ શહેરમાં એક સપ્તાહમાં ત્રીજી સગીરા પીંખાઈ છે,દુષ્કર્મનો ભોગ બની છે. રાજકોટના થોરાળા વિસ્તારમાં રહેતી એક સગીરા પોતાના ઘરે હતી ત્યારે તેના પાડોશી શખ્સે મોબાઈલમાં કોલ કરી અગાસી પર બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચરી ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થોરાળા પોલીસ મથકમાં નોંધાઈ છે. આ પૂર્વે તા. 21 જુલાઈના રોજ નવો મોબાઇલ અને રૂપિયાની લાલચ આપી ચાલુ બસમાં તરુણી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેના 2 દિવસ બાદ તા. 23ના રોજ પાલક પિતા અને કારખાનેદારે સગીરા પર નજર બગાડી અવારનવાર બળાત્કાર ગુજાર્યાનો બનાવ સામે આવ્યું હતું. ત્યારે ત્યાં આજે વધુ એક સગીરા હવસનો શિકાર બનતા ચકચાર મચી જવા પામ્યો છે.

મૂળ જુનાગાઢ જિલ્લાના વંથલીના અને હાલ થોરાડા વિસ્તારમાં રહેતા મહિલાએ પોલીસ ફરિયાદમાં તેના પાડોશમાં રહેતા લાલાનું નામ આપતા તેની સામે આઇપીસી કલમ 450, 376(3), 506(2), 507 તથા પોકસો એકટ કલમ 4,6 હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ જૂનાગઢના વંથલીના વતની અને હાલ રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પરિવારમાં સાથે રહતા અને છુટક સિલાઈકામ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર પરિવારની 15 વર્ષની દીકરી થોડા સમયથી ગુમસુમ રહેતી હતી જેથી ગઈકાલે તેને પાસે બેસાડી પુછપરછ કરતા મારી દીકરીએ હકીકત જણાવી હતી કે તા.15/07 ના રોજ તે ઘરે હતી ત્યારે પાડોશીમાં રહેતો લાલો જેણે મોબાઈલમાં ફોન કર્યો હતો અને તેમણે ફોનમાં જણાવ્યું હતું કે તારા ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ઘરની અગાસીએ બોલાવી હતી.

બાદમાં મોબાઈલ મૂકી તે અગાસીએ જતા ત્યાં થોડીવારમાં લાલો આવ્યો હતો અને તે કાંઈ સમજે તે પહેલાં જ તેમની સાથે બળજબરી કરવા લાગ્યો હતો અને તેમને આમ નહીં કરવા જણાવ્યું છતાં મારી સાથે તેમણે બળજબરી કરી શરીર સબંધ બાંધ્યો હતો અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આ લાલો ત્યાંથી જતો રહ્યો હતો. હાલ થોરાડા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો