Placeholder canvas

બરવાળા લઠ્ઠાકાંડ 18 લોકોને ભરખી ગયો, ગામમાં કોઈ કોઈને છાનું રાખનાર નહીં.

મહિલાઓ-બાળકોની રોકકળથી હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયાં

બોટાદઃ બરવાળાના રોજીદ ગામે કથિત લઠ્ઠાકાંડ, ઝેરી દારૂથી 18 લોકોનાં મોત, 30 સારવાર હેઠળ,બરવાળાના રોજીદમાં 6 લોકોનાં મૃત્યુ થયાં, ધંધૂકાના આકરુ, અણીયાળી ગામે 3-3 મૃત્યુ ઉંચળી, દેવગણા, ચંદરવાના 2-2 લોકોનાં મૃત્યુ

આજે બરવાળાના રોજીદ ગામે દરેકના રૂવાટા ઉભા કરી દે તેવી ઘટના ઘટી છે. એક ખોબા જેટલા ગામમાં લઠ્ઠાકાંડ 18 લોકોને ભરખી ગયો છે. હાલમાં ગામની સ્થિતિ એવી જે છે કોઈ કોઈને છાનુ રાખવા વાળુ નથી. એક તરફ પોલીસનો કાફલો તો બીજીતરફ મહિલાઓ-બાળકોની રો-કકડથી હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા છે.

ઝેરી દારૂ પી જવાથી બરવાળાના રોજીદ ગામે 18 લોકોનાં મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સરકરી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે. જો કે આ સમગ્ર ઘટનામાંને પગલે DYSPની અધ્યક્ષતામાં SIT (Special Investigation Team)ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.

પ્રાપ્ત માહિતી અનુસાર તમામ લોકોએ નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રોજિદના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હતી.

બોટાદમાં બનેલી આ લઠ્ઠાકાંડની ઘટનામાં કુલ પાંચ શંકમંદોની ધરપકડ કરવામા આવી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

આ સમાચારને શેર કરો