Placeholder canvas

કુવાડવા: સગીરાને પ્રેમજાળમાં ફસાવી શખ્સે સોડામાં ઝેરી પ્રવાહી પીવડાવી દીધું

રાજકોટ: કુવાડવામાં રહેતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને બે દિવસ પહેલા બાઇકમાં બેસાડીને લઇ ગયા બાદ સોડામાં કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી દેતા સારવારમાં ખસેડવામાં આવી છે.આ મામલે બે દિવસ ગુમસુમ રહ્યા બાદ સગીરાએ પરિવારને હકીકત જણાવતા તેઓ કુવાડવા છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાતા હતા ત્યારે સગીરા અને તેની માતાનું નિવેદન નોંધ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કુવાડવા ગામમાં રહેતી એક 16 વર્ષની સગીરાને તા.10/08ના દિવસે બ્યુટીપાર્લરમાં કામે જતી હતી ત્યારે બળદેવ પેટ્રોલપમ્પ પાસે સવારે દિપક શ્રીવાસ્તવ પોતાના બાઇકની પાછળ બેસાડીને લઇ જઇને સોડામાં કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી દેતા તેને સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

સગીરાના માતાએ જણાવ્યું હતું કે,અમારા સબંધીનો જ્યાં કોન્ટ્રાક્ટ ચાલે છે ત્યાં આ દિપક શ્રીવાસ્તવ પણ કામ કરતો હોય તેને સંતાનમાં એક પુત્રી પણ છે.તે કામ સબબ અમારા ઘરે આવતો જતો હોય તેનાથી પરિચય હતો જેથી મારી પુત્રી બે દિવસ પહેલા બ્યુટીપાર્લર કામે જતી હોય ત્યારે દીપકે ફોન કરી તેણીને બળદેવ પેટ્રોલપંપે બોલાવી હતી અને આ દિપક તેને રેસકોર્સ લઇ ગયો હતો અને ત્યારબાદ સાંજે ઘર નજીક મૂકીને ચાલ્યો ગયો હતો.ત્યારબાદ આ મારી પુત્રી ગુમસુમ રહેતી હોય અને શરીરમાં દુખાવો થતા કુવાડવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા.

આ સમાચારને શેર કરો