વાંકાનેર: આણંદપર ગામે બેલાની ખાણમાં વીજશોક લાગતા યુવાનનું મોત
રીપોર્ટર શાહરુખ ચૌહાણ વાંકાનેર
વાંકાનેર તાલુકાના આણંદપર ગામ નજીક આવેલ બેલાની ખાણમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત થયું છે જે બનાવ મામલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના આણંદપર ગામના રહેવાસી સંતોષ કુલચન્દ્રભાઈ નિષાદ (ઉ.વ.૧૯) નામના યુવાન ગામની સીમમાં હરિભાઈની બેલાની ખાણમાં કામ કરતા હોય ત્યારે ઇલેક્ટ્રિક શોર્ટ લગતા યુવાનનું મોત થયું હતું બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે અને વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે