Placeholder canvas

ટંકારા: સજનપરના વતની ડો. રાજેશ મકવાણાનું પુસ્તક “અડધે રસ્તે અંધારું” નું તેમના પિતાની પુણ્યતિથિએ વિમોચન કરાશે

કાર્યક્રમમાં ‘રાષ્ટ્રપુરુષ ડૉ. આંબેડકર’ લઘુનાટક ભજવાશે

By રમેશ ઠાકોર – હડમતીયા
ટંકારા તાલુકાના સજનપર ગામના લેખક સ્વ. જે. ટી. મકવાણાની પૂણ્યતિથિ નિમિત્તે તેમના અધૂરાં આત્મવૃત્તાંત ‘અડધે રસ્તે અંધારું’, કે જેનું સંપાદન ડો. રાજેશ મકવાણાએ કર્યું છે, આ પુસ્તકના વિમોચન કાર્યક્રમનું બુધવારે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ‘રાષ્ટ્રપુરુષ ડૉ. આંબેડકર’ લઘુનાટકની પ્રસ્તુતિ કરાશે.

લેખક સ્વ. જે. ટી. મકવાણાના અધૂરાં આત્મવૃત્તાંતનું સંપાદન ‘અડધે રસ્તે અંધારું’ નામે મૂળ સજનપરના હાલ ગાંધીનગરના ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ડો. રાજેશ મકવાણાએ કર્યું છે. ત્યારે સ્વ. જે. ટી. મકવાણાની 40મી પૂણ્યતિથિ નિમિત્તે આ પુસ્તકના લોકાર્પણ સમારોહ આગામી તારીખ 9 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમ તા. 9 ફેબ્રુઆરીને બુધવારે સાંજે 4 કલાકે તથાગત બુદ્ધ કૉમ્યુનિટી હૉલ, સમાજવાડી, ભડિયાદ રોડ, નઝરબાગ, મોરબી ખાતે રાખેલ છે.

આ કાર્યક્રમમાં નિર્માતા નિર્લોક પરમાર પ્રસ્તુત અને ચેતન દોશી અભિનીત ‘રાષ્ટ્રપુરુષ ડૉ. આંબેડકર’ લઘુનાટકની પ્રસ્તુતિ થશે. કાર્યક્રમમાં રાજકોટના કવિ સંજુ વાળા, મુંબઈ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. રતિલાલ રોહિત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. જે. એમ. ચંદ્રવાડિયા, કાલાવાડના પ્રોફેસર ડૉ. સુનીલ જાદવ ઉપસ્થિત રહેશે. તેમજ સંચાલન આણંદના ડૉ. રાકેશ રાવત કરશે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો