મોરબી જીલ્લામાં આજે કોરોનાના ૭૯ કેસ, એક વૃધ્ધાનું મૃત્યુ

મોરબી જીલ્લામાં આજે કોરોનાના ૭૯ કેસ નોંધાયા છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું તો ૧૩૮ લોકો સાજા થયા છે

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં આજે કોરોનાના ૭૯ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં મોરબી તાલુકામાં ૬૧ કેસ જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ અને શહેરમાં ૪૧, વાંકાનેર તાલુકામાં ૩ જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૧ અને શહેરમાં ૨, હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૬, ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૩ અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૬ કેસ પોઝીટીવ નોંધાયા છે તો ૧૩૮ લોકો સાજા થયા છે

મોરબી જીલ્લામાં આજે વધુ એક મૃત્યુ નોંધાયું છે જેમાં મોરબી શહેરી વિસ્તાર ના રહેવાસી 85 વર્ષ ના વૃધ્ધાનુ કોરોનાના લીધે મૃત્યુ નીપજ્યું હતું તો વૃદ્ધાને કોરોનાની સાથે કિડની ની બીમારી હતી અને કોરોના રસીનો એક પણ ડોઝ લીધેલ લીધો ન હોવાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી મળી હતી

આ સમાચારને શેર કરો