રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 17મી જાન્યુઆરી સુધી રેલ ટ્રાફિકને અસર થશે…
રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વગડીયા-થાન-લાખામાંચી-દલડીમાં ડબલ ટ્રેકના કામ માટે લેવાયેલ બ્લોકને હવે વધુ એક દિવસ લંબાવવામાં આવ્યો છે જેના કારણે 17 જાન્યુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ જે અગાઉ 15.01.2023 સુધી રદ કરવામાં આવી હતી તે હવે 16.01.2023 સુધી પણ રદ રહેશે.
• ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જે અગાઉ 16.01.2023 સુધી રદ કરવામાં આવી હતી તે હવે 17.01.2023 સુધી પણ રદ રહેશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને 15.01.2023 ના રોજ ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને 16.01.2023 ના રોજ સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશ. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસને 15.01.2023 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને 16.01.2023ના રોજ સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 16.01.2023ના રોજ અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 16.01.2023 ના રોજ સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.