Placeholder canvas

વાંકાનેર:રાતીદેવળી પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉત્સાહભેર ઉજ્જવણી.

આજરોજ તારીખ 12/1/23, ગુરુવારના રોજ રાતીદેવળી પ્રાથમિક શાળામાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના બધા જ વિદ્યાર્થીઓ પતંગ અને ફીરકીઓ લઈ શાળાએ આવ્યા હતા. બધાં જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળાની અગાશીમાં જઈને પતંગ ચગાવ્યા હતા. 

આ ઉત્સવને અનુરૂપ ગીત વાગતા હતા અને સાથે બાળકોએ ડાન્સ પણ કર્યા હતા. સાથે સાથે બાળકોને ચાપડી-ઊંધીયાનું ભોજન કરાવવામાં આવ્યુ. આ પતંગોત્સવને સફળ બનાવવા માટે શાળાના આચાર્યા રજીયાબેન અને તમામ સ્ટાફ દ્વારા  ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરો