ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા મિશનને વધુ વેગ અપાવવા ડોર ટુ ડોર કચરો લેવાની શરૂઆત..

અગાઉ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ધ્રાંગધ્રા નગરપાલિકા ને એવોર્ડ પણ મળેલા છે

By સાહરૂખ સિપાઈ – ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા: સુરેન્દ્રનગર જીલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા લોકો સ્વચ્છ રાખવાં માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા મા નવ વોર્ડ આવેલા છે તેમા ડોર ટુ ડોર કચરો લેવા માટે વાહનો મુકવામાં આવ્યા છે અને શહેરની મુખ્ય બજારમાં અલગ થી ટ્રેક્ટર લઇ ને કચરો લેવામા આવી રહ્યો છે. આમ નગરપાલિકા દ્વારા વધુ સ્વચ્છતા જળવાય રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નગરપાલિકાએ વાહનો દ્રારા કચરો લેતા શહેર ના લોકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. આઇ.કે.જાડેજા, ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબેન, ઉપપ્રમુખ રફીકભાઈ ચૌહાણ, ચેરમેન ગાયત્રીબા રાણા, સેનિટેશન ચેરમેન મુન્નાભાઈ રબારી સહીતના અનેક પ્રયત્ન થકી ધ્રાંગધ્રા શહેર ને વધુ સ્વચ્છ બનાવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો