રાજકોટમાં પણ ધંધુકા જેવી ઘટના: 25થી વધુ લોકોના ટોળાંએ હુમલા કર્યાનો આરોપ

રાજકોટમાં પણ ધંધુકા જેવી જ ઘટના સામે આવી છે. સોશ્યલ મીડિયામાં થયેલ એક પોસ્ટ બાદ ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનું કહીને 20થી 25 વિધર્મીઓના ટોળાંએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

આક્ષેપ છે કે સોશ્યલ મીડિયામાં કરેલ પોસ્ટ દૂર કરવામાં આવી નહતી જે ટોળું ઉશ્કેરાયું હતું અને માર મારવા દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવી ગયા છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

આ સમાચારને શેર કરો