જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા માટે ભીડમાં ના ઉભા રહો, પાટણ કલેક્ટરે આપ્યો વિચાર
કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 31 માર્ચ સુધી તાળાબંધી કરવામાં આવી છે. જોકે, જીવન જરૂરી વસ્તુઓ મળી રહેશે. કોરોના વાયરસની અસર અન્ય લોકોને ના થાય તે માટે થોડુ અંતર રાખવુ જરૂરી છે. આ માટે પાટણ કલેક્ટરે એક ટ્વીટ કર્યુ છે જેની પ્રશંસા થઇ રહી છે.
જીવન જરૂરી શાકભાજી લેવા માટે લોકો ટોળે વળીને ઉભા રહે છે. જેને કારણે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ વધી જાય છે. પાટણના કલેક્ટરે જીવન જરૂરીયાત ધરાવતી વસ્તુઓની દુકાનોમાં પેઇન્ટિંગનું કામ શરૂ કરાવ્યુ છે જેને કારણે લોકોમાં અંતર પણ રહે અને કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ પણ ઓછુ થાય. પાટણના આ કલેક્ટરની પહેલને લોકો બિરદાવી રહ્યા છે.
કોરોના વાયરસના કહેર વચ્ચે મેડિકલ સ્ટોર, કરિયાણાની દુકાન, દૂધ, શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ચાલુ રહેશે. આ સેવાઓના કેન્દ્ર અને દુકાનોને કોઇ અસર નહી થાય અને આ સેવાઓ માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ ચાલુ જ રહેશે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…