લોકડાઉનથી ગભરાશો નહીં: જાણો -નાગરીકોને શું સુવિધા મળશે? શું સુવિધા નહી મળે?
જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ મળશે
સરકાર લોકોને તમામ જરૂરીયાતની ચીજવસ્તુઓ સપ્લાય રાખશે. તો જોઈએ શું સુવિધા મળતી રહેશે
દેશમાં વધતા કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા પીએમ મોદીએ આજે મોટી જાહેરાત કરી છે. આજે 24 માર્ચથી 21 દિવસ લોકડાઉન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી તમારે ગભરાવવાની જરૂર નથી. આ માત્ર લોકોને સંક્રમણથી બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે સરકાર લોકોને તમામ જરૂરીયાતની ચીજવસ્તુઓ સપ્લાય રાખશે. તો જોઈએ શું સુવિધા મળતી રહેશે
કઈ-કઈ સરકારી ઓફિસ ખુલ્લી રહેશે
રક્ષા વિભાગ, કેન્દ્રીય સશસ્ત્ર દળ, કોષાગાર, સાર્વજનિક સેવા (પેટ્રોલ, ડિઝલ, સીએનજી, પીએનજી), ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પાવર સ્ટેશન, પોસ્ટ ઓફિસ, રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર ખુલ્લા રહેશે.
કઈ કઈ સરકારી સેવા ચાલુ
પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર અને આપતકાલિન સેવા. જળ સેવા, સ્વચ્છતા સંબંધી સેવા ખુલ્લી રહેશે.
સ્કૂલ ખુલશે? તમામ શૈક્ષણિક સ્કૂ, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ બંધ રહેશે
શું હોસ્પિટલ અને દવાની દુકાન ખુલ્લી રહેશે?
તમામ સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલો, ક્લિનીક, મેડિકલ સ્ટોર, એમ્બ્યુલન્સ, ડિસ્પેન્સરી ખુલ્લી રહેશે.
કરિયાણું, શાકભાજી, દૂધનું શું થશે?
તમામ કરિયાણાની દુકાન, ફળ અને શાકભાજીની દુકાનો, ડેરી, અને દુધની દુકાનો, મીટ-માછલીની દુકાન, ઘાસચારાની દુકાનો. આ સિવાય રોડ અને દુકાન પર ભીડ ઓછી કરવા હોમ ડિલેવરીની સુવિધા પણ સુનિશ્ચિત કરી શકાય છે.
એટીએમમાં પૈસા નીકળશે?
તમામ બેન્ક, વીમા ઓફિસ અને એટીએમ ખુલ્લા રહેશે
ટીવી, સમાચાર પત્ર આવશે?
પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાનું કામ ચાલુ રહશે. સંચાર સેવા, પ્રસારણ સેવાઓ, ઈન્ટરનેટ સેવા ચાલુ રહેશે
સામાનની હોમ ડિલેવરી થશે?
ઈ-કોમર્સ દ્વારા ખાવા-પીવાની વસ્તુઓ, દવાઓ, મેડિકલ ઉપકરણ જે ડિલેવરી ચાલુ રહેશે. એટલે કે આ બધા સામાન તમે ઓનલાઈન ઓર્ડર કરી મંગાવી શકાશે.
પેટ્રોલ અને રસોઈ ગેસનું શું થશે
પેટ્રોલ પંપ, એલપીજી અથવા રસોઈ ગેસ, ગેસ ગોડાઉન અને દુકાન ખુલ્લી રહેશે. કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ અને પ્રાઈવેટ સિક્યુરિટી સેવા ચાલુ રહેશે
ઉદ્યોગોનું શું થશે?
તમામ જરૂરિયાત સામાનનુંમેન્યુફેક્ચરિંગ યૂનિટ ચાલુ રહેશે. કેટલાક પ્રોડક્શન યૂનિટને રાજ્ય સરકારીન પરવાનગી લેવી પડશે
ટ્રાન્સપોર્ટનું શું થશે
રેલવે, ઉડાન અને સડક પરિવહન સેવાઓ પૂરી રીતે બંધ રહેશે. માત્ર જરૂરી વસ્તુઓની આપૂર્તિ કરતા વાહનો, ફાયર વાહન, પોલીસ-પ્રશાસનના વાહનો અને આપતકાલિન સેવાઓના વાહનો ચાલશે.
શું હોટલ ખુલશે?
માત્ર એવી હોટલ, લોજ ખુલશે, જ્યાં લોકડાઉનમાં ફસાયેલા લોકો છે અથવા જેમને ક્વારન્ટાઈનમાં લેવામાં આવ્યા છે.
ધાર્મિક સ્થાનો પર જઈ શકાશે?
લોકડાઉન દરમિયાન તમામ ધાર્મિક સ્થળ પણ લોકો માટે બંધ રહેશે. કોઈ પણ ધાર્મિક આયોજનની મંજૂરી નથી.
લગ્ન પ્રસંગ થશે?
દેશમાં તમામ પ્રકારના સામાજિક, રાજનૈતિક, રમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો પ્રતિબંધિત રહેશે. કોઈ પણ ભીડ એકત્રિત નહીં થાય. અંતિમ સંસ્કાર દરમિયાન 20 લોકોથી વધારે લોકોને એકત્રિત થવા પર પાબંધી રહેશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…