Placeholder canvas

Old is Gold: કોરોના સામે જંગ જીતવા માટે 123 વર્ષ જૂનો કાયદો બનશે સરકારનું હથિયાર

વૈશ્વિક મહામારી કોરોના વિરૂદ્ધ વિશ્વભરની સરકારો ઐતિહાસિક લડાઈ લડી રહી છે. આજ ક્રમમાં ભારત સરકારે આ મહામારીને ફેલાતી અટકવવા માટે 123 વર્ષ જૂના કાયદાની મદદ લીધી છે. Epedemic Diseases Act 1897ના અંતર્ગત હવે રાજ્ય અને કેન્દ્ર સરકારો વિશેષ અધિકારો મારફતે કોરોનાને ફેલાતો અટકાવવાનો પ્રયત્ન કરી શકશે.

આ કાયદા અંતર્ગત સરકાર કોઈ પણ વ્યક્તિને જેલમાં નાંખી શકે છે, જે સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશોનું પાલન કરતો નહીં જોવા મળે. આ કાયદાને પ્રથમ વખત 1896માં ત્યારે લાગૂ કરવામાં આવ્યો હતો, જ્યારે બોમ્બે પ્રેસિડન્સીમાં પ્લેગની મહામારી ફેલાઈ હતી.

શું વિશેષ જોગવાઈ છે આ કાયદામાં?
ઉલ્લેખનીય છે કે, આ કાયદામાં માત્ર 4 જોગવાઈ છે. આ કાયદો ત્યારે જ લાગૂ કરવામાં આવે છે, જ્યારે સરકારોને આવું લાગવા લાગે કે, હાલના નિયમો અંતર્ગત સ્થિતિ કાબૂમાં નથી આવી રહી. આ કાયદા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારોને વિશેષ અધિકાર મળે છે કે, તેઓ કોઈ પણ વિસ્તારને ડેન્જર ઝોન માની શકે છે. આ વિસ્તારમાં અવર-જવર કરનારા કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની તપાસ સરકાર કરી શકે છે.

આ કાયદાના સેક્શન 2A પ્રમાણે કેન્દ્ર સરકારને આ અધિકાર પ્રાપ્ત થઈ જાય છે કે, તે દેશના બંદરો પર આવનારા કોઈ પણ જહાજની તલાશી લઈ શકે છે. નોંધનીય છે કે, જ્યારે આ કાયદો બન્યો હતો, ત્યારે વિદેશની મુસાફરી જળમાર્ગ દ્વારા જ સંભવ હતી. જો કોઈ વિદેશી મુસાફર દ્વારા આ મહામારીનો વાઈરસ ફેલાવાની આશંકા હોય, તો સરકાર આ ઉપાય અજમાવતી હતી. જો આપણે કોરોના સંદર્ભે જોઈએ તો, ચીનથી આ વાઈરસ અન્ય દેશોમાં મુસાફરો દ્વારા જ પહોંચ્યો છે. જો કે હવે મુસાફરીનું માધ્યમ જળમાર્ગની જગ્યાએ હવાઈ માર્ગમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે.

કાયદાનો ભંગ કરનારને શું થશે સજા?
આ કાયદાના ઉલ્લંઘનને લઈને બાદમાં દેશમાં અનેક કેસો પણ ચાલ્યા છે. આવો જ એક કેસ ઓડિશામાં એક ડૉક્ટર વિરૂદ્ધ ચાલ્યો હતો. વાસ્તવમાં 1959માં જ્યારે ઓડિશામાં હૈજાની બીમારી ફેલાઈ હતી, ત્યારે એક ડૉક્ટરે સારવાર કરાવવાનો ઈન્કાર કર્યો હતો અને તેના વિરૂદ્ધ ઓડિશા સરકારે કાર્યવાહી કરી હતી. આ કેસ ઓડિશાના પૂરી જિલ્લાનો હતો. આ કાયદા અંતર્ગત જો કોઈ સરકારી કર્મચારી કે પછી અન્ય તોઈ જવાબદાર પદો પર બેઠેલા વ્યક્તિ પોતાના કર્તવ્યમાંથી છટકવાનો પ્રયત્ન કરે, તો તેના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

તે સમયે બ્રિટિશ સરકાર પણ બની હતી આલોચનાનો ભોગ
જ્યારે આ કાયદાને બ્રિટિશ સરકારે લાગૂ કર્યો હતો, ત્યારે તેની ઘણી આલોચના કરવામાં આવી હતી. સરકાર આ કાયદાને લાગૂ કરીને દરેક એવા વ્યક્તિને આઈસોલેટ કરી રહી હતી, જેના પર પ્લેગથી સંક્રમિત હોવાની આશંકા હતી. તે સમયે બ્રિટિશ અધિકારીઓએ આ માટે લોકો પર કડક કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીનો એવું કહીને વિરોધ કરવામાં આવતો હતો કે, સામાન્ય જનતા પર જુલમ ગુજારવામાં આવી રહ્યા છે. તે સમયે ભારતીય ક્રાંતિકારી બાળ ગંગાધર તિલકે અખબાર કેસરીમાં બ્રિટિશ અધિકારી વૉલ્ટર રૈન્ડ વિરૂદ્ધ અનેક લેખો પણ લખવામાં આવ્યા હતા.

🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો