Placeholder canvas

રાજકોટમાં વધુ બે કોરોનાના પોઝિટિવ કેસ, સૌરાષ્ટ્ર-કચ્છમાં 22 શંકાસ્પદ કેસ…

રાજકોટ: રાજકોટમાં વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં એક 75 વર્ષીય મહિલા અને 36 વર્ષના પુરુષને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ તાત્કાલિક તેમના પરિવારોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે અને તેમને મળેલા તમામ લોકોને પણ શોધીને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આગામી આવેલા પોઝિટિવ કેસના દર્દીઓની હાલત સુધારા પર છે. આગામી સમયમાં રાજકોટમાં પણ કોરોનાના ટેસ્ટ માટે લેબને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોનું પણ ચેકિંગ કરવામાં આવશે. આગામી 1 વીકમાં 1000 વેન્ટિલેટર બનાવવાની કામગીરી માટે ઉદ્યોગપતિઓનો સંપર્ક કરવામાં આવશે. મહાનગરપાલિકા શહેરના તમામ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવશે.

મોડી રાત્રે બાકીના રિપોર્ટ આવે તેવી શક્યતા
કોરોના વાઇરસ હવે શહેરી વિસ્તાર તરફ વળ્યો છે. રાજકોટમાં પહેલો પોઝિટીવ કેસ જંગલેશ્વરમાં નોંધાયો હતો. હવે શહેરી વિસ્તાર તરફ વળતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. જો કે બંનેની હાલત હાલ સ્થિર છે.આજે 24 માર્ચે સૌરાષ્ટ્રમાં શંકાસ્પદ કેસનો આંકડો 22 પર પહોંચ્યો છે. જે પૈકી રાજકોટમાં જ 12 કેસ નોંધાયા છે આ તમામ દર્દીના લોહીના નમૂના પરીક્ષણ માટે જામનગરની જીજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં રાજકોટના 10નો રિપોર્ટ નેગેટિવ અને બેનો પોઝિટીવ આવ્યો છે. અન્ય દર્દીઓનોરિપોર્ટ મોડીરાત્રે અથવા આવતીકાલે આવે તેવી શક્યતા છે.

રાજકોટમાં અત્યાર સુધીમાં 49ના નમૂના લેવાયા જેમાં ત્રણ પોઝિટીવ રિપોર્ટ આવ્યા
રાજકોટમાં અત્યાર સુધીમાં 49 લોકોમાં કોરોના શંકાસ્પદ લાગતા નમૂના લેવામાં આવ્યા છે. જેમાં 3 પોઝિટીવ, 28 નેગેટિવ અને એકનો રિપોર્ટ બાકી છે. રાજકોટ ગ્રામ્યમાં 11 નેગેટિવ અને એકનો રિપોર્ટ બાકી છે. અન્ય જિલ્લામાં 3 નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. રાજકોટની સરકારી હોસ્પિટલમાં 13 કેસમાંથી 2 પોઝિટીવ અને 7 નેગેટિવ જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં એક પોઝિટીવ અને 3 નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. રાજકોટમાં ઓબ્ઝેર્વેશન હેઠળ 720 અને ઓબ્ઝેર્વેશન બહાર 604 દર્દી છે.
સૌરાષ્ટ્રમાં નોંધાયેલા શંકાસ્પદ કેસો
જામનગર- 1
જામખંભાળિયા-2
મોરબી-4
કચ્છ-ભૂજ- 2
વેરાવળ- 1

આ સમાચારને શેર કરો