વાંકાનેરના ટાબરિયાએ ઓસ્ટ્રેલિયા અને ભારતના ખેલાડીઓને પ્રેક્ટિસ કરાવી..!!
વાંકાનેર: તાલુકાના કણકોટ ગામનો એક મધ્યમ પરિવારનો છોકરો આદીલ બાદી જે રાજકોટની એચ એન શુક્લા કોલેજમા એસવાય બીએ માં અભ્યાસ કરે છે અને સાથે સાથે સ્પોર્ટમાં ક્રિકેટ રમીને મોરબી ડિસ્ટીક ટીમના પ્લેયર તરિકે સિલેકટ થયેલ છે.
આ વાંકાનેરના ટાબરિયાએ આજે રાજકોટ આવેલ ઓસ્ટ્રેલિયા અને ભારતની ટીમ ના પ્લેયરોને નેટ પ્રેક્ટિસ કરાવી હતી…! આજે બપોર સુધી ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી હતી તેમાં આ વાંકાનેરનો ખેલાડી આદિલ બાદી એ પ્રેક્ટિસ બોલર તરીકે બોલિંગ કરતો હતો અને ઓસ્ટ્રેલિયન પ્લેયર બેટિંગનિ પ્રેકટીસ કરતા હતા. જ્યારે બપોર બાદ ભારતીય ખેલાડીઓ નેટ પ્રેક્ટિસ કરવા આવ્યા હતા તેમાં પણ આ આપણા વાંકાનેરના ટાબરિયા બોલિંગ કરીને આપણા ભારતીય ખેલાડીઓને બેટિંગ પ્રેકટીસ કરાવી હતી.
આમ ઓસ્ટ્રેલિયા અને ભારતના ખેલાડીઓએ જે પ્રેક્ટિસ કરી તેમાં એક બોલર તરીકે વાંકાનેરના ખેલાડી આદિલ બાદી હતા, આશા રાખીએ આજે આ વાંકાનેરના યુવા ખેલાડી પ્રેક્ટિસ બોલર તરીકે સ્ટેડિયમમાં બોલિંગ કરતો હતો ભવિષ્યમાં ભારતની ટીમમાં બોલર તરીકે બોલિંગ કરતો જોવા મળે… best of luck
જુઓ આદિલ બાદીની ઓસ્ટ્રેલિયા અને ભારતની ટીમના ખેલાડીઓ સાથેની તસવીર
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…