Placeholder canvas

વાંકાનેર: ગાયત્રી મંદિર ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રાહતદરે ચકલી ઘરનું વિતરણ

નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા આયોજિત વાંકાનેર ખાતે “વિશ્વ ચકલી દિવસ” નિમિતે રાહતદરે ચકલીના માળા (ચકલી ઘર)ના વિતરણનું આયોજન કરેલ છે, સાથે સાથે મનસુખભાઈ પ્રજાપતિ (મીટ્ટીકુલ વાળા) દ્વારા પાણીના પરબ (પક્ષીઓનાં કુંડા)નું પણ રાહત દરે વિતરણ કરવામાં આવશે, તેમાંથી જે આવક થશે તે પક્ષીઓની ચણમાં વાપરવામાં આવશે.

આ ઉપરાંત વિવિધ જાતના ફૂલ છોડ જેમાં કાશ્મીરી ગુલાબ, ઇંગલીશ ગુલાબ, જાસુદ, રાતરાણી, હાયથોસ, ગજનીયા, મયુરપંખ, કોટનપેટો, મોગરો, પારસ, જુઈ વગેરે 30 થી 50 રૂ. માં મળશે. મિલાવટ વગરનું શુદ્ધ મધ,અળસિયા અને કોકપીટનું ખાતર, હાથે ખાંડેલ દેસી ઓસડીયા, માટીના કુંડા અને તાવડી, વિવિધ જાતનાં શાકભાજીના બિયારણ, ઓર્ગેનિક દ્રાક્ષ (એક કિલોના ૮૦ રૂ.), પાપડ, એલોવેરા જેલ, ખજુર (એક કિલોના ૬૦ રૂ.), લીલા નાળિયેરનો હલવો, ફીડલા સરબત, દેસી હાથ ઘડાવ માટીના પાટિયા, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજ વસ્તુઓ, વિવિધ જાતનાં કઠોળ, વિવિધ જાતનાં શાકભાજીના બિયારણ, કાપડની થેલીઓ તથા ઓશિકાના કવર અને તેલનો ડબો (૧૫ લીટર ૨૪૦૦ રૂપિયા) જેવી વસ્તુઓ રાહતદરે મળશે.

તારીખ: ૨૦-૦૩-૨૦૨૨, રવિવાર, સમય : ૦૨:૦૦ થી ૦૭:૦૦
સ્થળ: ગાયત્રી મંદિર, વાંકાનેર

સંપર્ક

વી. ડી. બાલા, પ્રમુખ, નવરંગ નેચર ક્લબ – રાજકોટ
શ્રી અશ્વિનભાઈ રાવલ, મહંતશ્રી – ગાયત્રી મંદિર
ભુપતભાઈ છૈયા -૯૪૨૮૨ ૯૭૮૭૪
ધ્રુવગીરી ગોસ્વામી
ગૌરવભાઈ પટેલ
રામદેભાઈ ભાટિયા
હર્ષદગીરી ગોસ્વામી
જીતુભાઈ ગોસ્વામી
જીગીશભાઈ મેહતા
પીયુષભાઈ ગોસ્વામી
ધવલભાઈ કરથીયા
રાહુલભાઈ જોબનપુત્રા
જીતુભાઈ પાંચોટિયા

આ સમાચારને શેર કરો