Placeholder canvas

રાજકારણ કિનારે ઉભા રહીને જોવાનો ખેલ નથી -રૂપાલા

ગુજરાતમાં પાટીદાર સામાજિક આગેવાન અને ખોડલધામના વડા નરેશ પટેલની સંભવિત રાજકીય એન્ટ્રીની ચર્ચા છે અને ભાજપના એક બાદ એક નેતાઓ નિવેદન આપી રહ્યા છે તે સમયે કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાએ કહ્યું કે કયા રાજકીય પક્ષમાં જોડાવુ તે નાગરિકનો પોતાનો નિર્ણય હોવો જોઈએ. આજના યુવાનો શા માટે રાજકારણમાં જોડાવવા વિચારતા નથી. હું તો કહું છું કે આ કિનારે ઉભા રહીને જોવાનો ખેલ નથી. તમારે ઉંડા ઉતરવાની જરૂર છે.

રૂપાળાએ ગાંધીનગરમાં આ ટકોર કરી હતી તો બીજી તરફ રાજય સરકાર દ્વારા શ્રીમદ ભગવત ગીતાના શ્ર્લોકોના શાળાઓમાં અભ્યાસ અંગેના નિર્ણયને આવકાર્યો અને કહ્યું કે ગીતાના શિક્ષણ મુદે જેને કૃષ્ણની છબી પ્રિય હોય તે જ નિર્ણય લઈ શકે. કોંગ્રેસ આ પ્રકારના નિર્ણયનો વિરોધ કરે છે. પણ મારે કહેવું છે કે ગીતા સામે વાંધો લેવાઈ નહી. સારો નિર્ણય છતાં કોંગ્રેસ વખાણ નથી કરી શકતી તો ભગવાન કૃષ્ણ તેમને સદબુદ્ધિ આપે તેવી જ હું પ્રાર્થના કરું છું. આમ આદમી પાર્ટી અંગે તેઓએ પ્રતિભાવ આપતા કહ્યું કે ચૂંટણી આવવા દ્યો ગુજરાતની જનતા અને નાગરિક જ તેમને સમજાવી દેશે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો