Placeholder canvas

વાંકાનેર: દીધલીયા પાસે પાણીમાં તણાયેલી ગાડી અને 3 વ્યક્તિની લાંશ મળી

વાંકાનેર: ગત રાત્રે શેખરડી ગામથી આવતી મારુતિ ની સિયાઝ ફોરવીલ શેખડી અને દીઘાલીયા વચ્ચે આવેલ ખારોડીયા વોકળા પરના કોઝવેમાં તણાઈ ગઈ હતી. જેમાંથી બે વ્યક્તિઓ બચી ગઇ હતી અને ત્રણ વ્યક્તિઓ ગાડી લાપતા થઈ હતી.

આ ગાડી અને મૃતકો સુરેન્દ્રનગરના હોવાની માહિતી મળી છે, તેઓ શેખરડી ગામ થી પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા ત્યારે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ આ ગાડી ખારોડીયા વોકળા ના કોઝવે પરથી તણાઈ ગઈ હતી જેમાં ગાડી એક બાજુ ખેંચાતા બે વ્યક્તિઓ ગાડીમાંથી કૂદી પડયા હતા અને તેઓ બચી ગયા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓ ગાડી સાથે પાણીના પૂરમાં તણાઈ ગયા હતા.

મળેલી માહિતી મુજબ બચી ગયેલી બંને વ્યક્તિઓએ શેખડીના આગેવાન ગોરધનભાઈ સરવૈયાનો સંપર્ક કર્યો હતો અને ગોરધનભાઈએ ટીડીઓને જાણ કરી હતી. ટીડીઓ એ તાલુકા પોલીસ અને દિઘલીયા ના સરપંચને જાણ કરતા તાલુકા પીએસઆઇ આર પી જાડેજા અને દિઘાલીયાના સરપંચ રસુલભાઈ ખોરજીયા ઘટના સ્થળે રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. ત્યારે ખૂબ અંધારું હતું અને પાણી પણ ઘણું વહી રહ્યું હતું.

સવારે એનડીઆરએફની ટીમ આવશે, અને બપોર પછી આવી રહી છે તેવી વાતો સંભળાય અને આ લખાય છે ત્યાં સુધી કોઈ આવ્યું નથી પરંતુ મૃતકના પરિવારજનો આવ્યા અને તે દિઘાલીયા-શેખરડી સહિતના આજુબાજુના ગામના ઘણા બધા લોકો એકઠા થઇ ગયા હતા આખરે આમાંથી જ કેટલાક લોકો પાણીમાં રાંઢવા બાંધીને ઉતર્યા અને ગાડી મળતા ગાડી ને બાંધીને લોકો દ્વારા ખેંચીને બહાર કાઢવામાં આવી આ ગાડીમાં ત્રણ મૃતકોની ડેડ બોડી મળી આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ એ જ કોઝવે છે જેમના વિશે કપ્તાનમાં થોડા મહિનાઓ પહેલા ખનીજ માફિયાઓના કારણે કોઝવેને નુકસાન થયાના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. ખનીજ માફિયાઓના ઓવેરલોડ વાહનોના કારણે આ કોઝવે તુટી ગયો હતો અને તેમાં માટી નાખીને ચાલવા જેવો કરવામાં આવ્યો હતો. જે વરસાદના પાણીથી ધોવાઈ જતા મૃતકો ગાડી લઈને પસાર થયા એક તો પાણી અને એકદમ ખાડો આવતા ગાડી નમીને ગોથું ખાઈ ગઈ હશે. કપ્તાને જે તે સમયે કોઈ મોટી જાનહાનીની આશંકા વ્યક્ત કરી હતી. પણ તંત્ર ન જાગ્યું અને આ નિંભર અને ભ્રષ્ટ તંત્રના કારણે કરૂણાંતિકા સર્જાઈ અને ત્રણ વ્યક્તિઓ મોતને ભેટ્યા

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GtrVmwA6Np0LupRnrDgvLt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો