વાંકાનેર: અમરસર પાસે કારચાલકે ટ્રાઇસિકલ પર આવતા બે ફકીરને ઠોકર મારતા એકનું મોત એક ગંભીર
વાંકાનેર અમર પાસે રાજકોટ ડેરીના સિલિંગ સેન્ટર પાસે વાંકાનેર તરફ ટ્રાઇ સિકલમાં આવતા બે ફકીરને વાંકાનેર થી રાજકોટ તરફ થી કારે ઠોકર મારતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને એકને ગંભીર ઇજા પહોંચી છે.
મળેલ માહિતી મુજબ રાજકોટ ડેરીના સિલિંગ સેન્ટર પાસે એક બ્રેઝા કાર એ રોંગ સાઈડમાં આવીને ટ્રાઇસિકલ પર આવતા બે ફકીરોને ઠોકર મારીને ભાગી છૂટ્યો હતો. આ કાર વાંકાનેર થી રાજકોટ તરફ જતી હતી. કારની ઠોકર લાગતા એક ફકીરનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અને એક વ્યકિતને ગંભીર ઇજા પહોંચી છે તેમને 108 દ્વારા વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. આ ફકિર વિશે વધારે કોઈ માહિતી મળેલ નથી.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/GtrVmwA6Np0LupRnrDgvLt
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…