વાંકાનેર: પીપરડી પાસે દેવ ઇન્ડસ્ટ્રીઝ થયેલા બ્લાસ્ટમાં 5 માણસો બહાર કાઢયા, 15-20 માણસો હજુ ફસાયા છે.

વાંકાનેર: પીપરડીના બોર્ડ પાસે દેવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલ મોટા બ્લાસ્ટમાં મજૂરોને ભારે ઈજા થયાના સમાચાર મળી રહ્યા છે.

આ બ્લાસ્ટના કારણે આજુબાજુના ગામોમાં ભૂકંપના આંચકા જેવો અહેસાસ થયો હતો અને બ્લાસ્ટ સાથે જ લાઈટ જતી રહી હતી.

મળેલી માહિતી મુજબ દેવ ઈન્ડસ્ટ્રીઝમાં એક બોઇલર ફાટ્યું હતું તેમાં રહેલું કેમિકલ એક કિલોમીટર સુધી ઉડયુ હતું બાજુમાં આવેલું ભુઠાના કારખાનામાં પણ ભારે નુકસાની થઈ છે.

મળેલી વધુ માહિતી મુજબ આ કારખાનામાં ૨૫થી વધુ માણસો કામ કરી રહ્યા હતા, જેમાંથી દાઝી ગયેલી હાલતમાં ચારથી પાંચ માણસો બહાર નીકળ્યા છે. બાકીના આશરે પંદરથી વિસ માણસો લાપતા છે.

પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને માણસોને બચાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.

આ સમાચારને શેર કરો
  • 332
  •  
  •  
  •  
  •  
  •  
    332
    Shares