Placeholder canvas

વાંકાનેર: દેવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલ બ્લાસ્ટમાં 4ના મોત 8ની હાલત ગંભીર, કેટલાક શ્રમીકો લાપતા

અંજની પ્લાઝાના લુક, લે-આઉટ અને સુવિધામાં ધરખમ ફેરફાર

રાજકોટ-વાંકાનેર રોડ પર ખેરવા ગામની સીમમાં આવેલી અને કેમિકલ બનાવતી દેેેવ ઈન્ડસ્ટ્રીઝમાં ગઈ કાલે રાતે 8.15 કલાકે બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ શ્રમિકના ઘટનાસ્થળે અને એકનું રાજકોટ હોસ્પિટલમાં મોત થયું છે. 9 શ્રમીકોને ભારે ઇજા થતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ એટલો બધો હેવી થયો હતો કે આજુબાજુમાં ત્રણ-ચાર કિલોમીટર સુધી ધરતીકંપ જેવો એહસાસ થયો હતો અને લોકો પોતાના ઘરથી બહાર નીકળી ગયા હતા. આ બ્લાસ્ટથી ફેક્ટરી તો હતી નહોતી થઈ ગઈ છે, ફેકટરીના પતળા લોખંડ એક કિલોમીટર સુધી દૂર ફંગોળ્યું હતું, આજુ બાજુમાંથી પસાર થતી ઈલેકટ્રીક લાઈન નો ભુક્કો બોલી ગયો છે. તેમજ એક શ્રમિકની લાશ તો આશરે અડધો કિલોમીટર દૂર પડી હતી. આસપાસમાં રહેતા ગ્રામજનોનું કહેવું છે કે, 22થી વધુ શ્રમિક આ ફેકટરીમાં કામ કરતા હતા.

આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર સોમવાર રાતે 8.30 કલાકે એક બ્લાસ્ટ થયો હતો. દેવ ઈન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ બનાવતી ફેક્ટરીમાં મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટીમ ટેન્ક ઓવરલોડ થઈ જતાં ધડાકાભેર ફાટી હતી અને બધી દિશામાં કેમિકલના ફુવારાા ઉડયા જેમાં મોટાભાગના મજૂરો દાજી ગયા હતા.

આ બ્લાસ્ટ થયો ત્યારે ફેક્ટરીમાં 22 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા જેમાં કામ કરી રહેલા 9 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા અને 3ના ઘટના સ્થળે જ મોત છે. મજૂરો જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તો દૂર દૂર સુધી ફંગોળાયા હતા. આસપાસના લોકોએ તુરત જ મજૂરોની મદદે આવી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે ૨૫થી વધુ 108ને પોલીસને ફોન કર્યા પરંતુ ઘણો સમય સુધી કોઈ દેખાયું નહોતું. આખરે એમ્બ્યુલન્સ સેવાા મળતા શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

રાતે 10 વાગ્યા બાદ અનિલકુમાર, મનોજ, મોહન, છોટન શર્મા, સન્ની, સરમન, રોશન, મહેશ્વર અને એક અજાણી વ્યક્તિને દાઝેલી હાલતમાં રાજકોટ લાવવામાં આવ્યા હતા. જેમાંથી અજાણી વ્યક્તિનું મોત થયુ છે. આ ગોઝારી ઘટનામાં 3ના મોત ઘટના સ્થળે જ થઈ ગયા. પોલીસે આ અંગેની તપાસ હાથ ધરી છે. આગ કેવી રીતે લાગી અને કામ કરતા હતા તેમાંથી બીજા શ્રમીકો ક્યાં ગયા તે અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટનાનો ધડાકો 2 કિમી દૂર સુધી સંભળાયો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો