વાંકાનેર: ખેરવા-પીપરડી વિસ્તારમાં ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો? જાણવા વાંચો.

બિગ બ્રેકીંગ

વાંકાનેર તાલુકાના ખેરવા પીપરડી, મચ્છુ 1 ડેમ સાઈટ ઉપર અત્યારે સાંજે 8:15 વાગ્યે જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખેરવા અને પીપરડી ગામે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને જેવો ભૂકંપનો આંચકો શરૂ થયો એ દરમિયાન લાઈટ જતી રહી હતી.

આ સમાચાર કપ્તાન પાસે પહોંચતા કપ્તાનની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું કે પીપરડીના બોર્ડ પાસે આવેલ દેવ ઈન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ થયો હતો. આજુબાજુમાં ઇલેક્ટ્રીકના થાંભલા પડી ગયા છે તેમજ કારખાનામાં મોટું નુકસાન થયું છે વધુમાં મળેલી માહિતી મુજબ કારખાનામાં રહેલ બોઇલર ફાટતાં આ દુર્ઘટના ઘટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વધુમાં મળેલી માહિતી મુજબ આ કારખાનામાં ઘણા બધા માણસો કામ કરી રહ્યા છે તેમને કોઈ ઈજા કે જાનહાનિની કોઈ માહિતી નથી મળતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 739
  •  
  •  
  •  
  •  
  •  
    739
    Shares