વાંકાનેર : ચૂલો સળગાવતા વસ્ત્રોમાં આગ લાગતાં દાઝી જતાં મહિલાનું મોત
વાંકાનેર: પંચાસિયા ગામે ચૂલો સળગાવતી વેળાએ વસ્ત્રોમાં આગ લાગતાં મહિલા ગંભરી રીતે દાઝી ગયા હતા અને તેમનું મોત નીપજયું હતું. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં રહેતા મધુબેન જયંતીલાલ મકવાણા તારીખ 24ના રોજ ચુલો સળગાવતા હતા. એ સમયે તેમના વસ્ત્રોમાં આગ લાગી હતી. જેને પગલે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી પરિવારજનો દ્વારા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.