ડ્રાઈવરને ઝોકું આવતા બસ પલ્ટી મારી ગઈ:16 જેટલા મુસાફરો ઘાયલ…
હળવદ-માળીયા હાઇવે પર વાધરવા ગામના પાટીયા પાસે આજે વહેલી સવારે એક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી ગઈ હતી. જેને પગલે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં સવાર કુલ 16 જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જેને પગલે તાત્કાલિક તેમને મોરબી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ હળવદ-માળીયા હાઇવે પર વાધરવા ગામના પાટીયા પાસે પટેલ ટ્રાવેલ્સની ખાનગી બસ નંબર NL-01B-2324 કચ્છ થી અમદાવાદ તરફ જઈ રહી હતી. એ સમયે ડ્રાઇવરને ઝોકુ આવી ગયું હતું અને બસ પલટી મારી ગઈ હતી. બસ પલટી મારી જવાના કારણે 16 જેટલા મુસાફરોને ઇજાઓ થઈ હતી. અને તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક મહિલાને ગંભીર રીતે ઇજા થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં વિપુલ રમણભાઈ પ્રજાપતિ, વિનુ પરમાર, વિજય રામચંદ્ર ગુપ્તા, ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ, સૌરભ સોની, દિપક પરસોત્તમ આણંદદાની, કલ્પના દિપક આણંદ દાની, રવિ પટેલ, ઇરસાદ આલમભાઈ, દિનેશ કાંતિલાલ, કાનો દિનેશભાઇ, દિગ્વિજય કાનભાઈ અને લીલા રાજેશભાઇનો સમાવેશ થાય છે.