Placeholder canvas

વાંકાનેર: વિરપર ગામની સીમમાંથી બે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

વાંકાનેર તાલુકા પોલીસે રેડ કરતા વિરપર ગામે ખરાબાની જગ્યામા દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. જયારે આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે,  વિરપર ગામે સોરસગા તરીકે ઓળખાતી ખરાબાની જગ્યામા આરોપી માધવભાઇ વાઘજીભાઇ કોળી દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. જેથી પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં દેશી દારૂ ગાળવાનો ઠંડો આથો લીટર ૬૦૦ કી.રૂ.૧ર૦૦/- તથા ભઠ્ઠીના સાધનો કી.રૂ.૩૬૬૦/-મળી કુલ મુદામાલ કીમત રૂપીયા-૪૮૬૦/- મુદામાલ મળી આવ્યો હતો. જયારે આરોપી રેડ દરમિયાન ફરાર થયો હતો. જેથી પોલીસે પ્રોહી કલમ-૬૫બી,સી,ડી.ઇ,એફ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજી ભઠી વીરપર ગામના સ્મશાન નજીક તાલુકા પોલીસે ચોક્કસ બાતમીને આધારે દરોડા પાડતા દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. જયારે આરોપી હજાર મળી ન આવતા પોલીસે તેની ધરપકડ કરવા કવાયત શરુ કરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, વીરપર ગામના સ્મશાન નજીક આવેલ આરોપી વિજય રૂપાભાઇ કોળીના કબજા ભોગવટા વાળી વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમે છે. જેથી પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં દેશી દારૂ ગાળવાની ભઠી ચલાવી ગરમ આથો લીટર-૧૦૦ કી.રૂ.૨૦૦/-તથા ઠંડો આથો લીટર-૪૦૦ કી.રૂ.૮૦૦/-તથા ગરમ દારૂ લીટર-૩૦ કી.રૂ.૬૦૦/-તથા ભઠ્ઠીના સાધનો કી.રૂ.૨૬૬૦/-મળી કુલ રૂ.૪૨૬૦/- સહીતનો મુદામાલ મળી આવ્યો હતો. જયારે આરોપી હજાર મળી ન આવતા પોલીસે પ્રોહી કલમ-૬૫બી,સી,ડી.ઇ,એફ મુજબ  ગુનો નોંધી તેની ધરપકડ કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો