Placeholder canvas

વાંકાનેર: હશનપર ગામે અગાસીમાં વીજતારને અડી જતા, યુવકનું મોત.

વાંકાનેર તાલુકાના હશનપર ગામે અગાસી ઉપર સૂકું ઘાસ લેવા જતા યુવક વીજતારને અડી જતો શોટ થતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતો કિશનભાઈ માલાભાઈ બાંભવા નામનો યુવાન પોતાના ઘેર અગાસી ઉપર નીણ અર્થાત સુકુ ઘાસ લેવા ગયો હતો. એ દરમિયાન અજાણતા થાંભલાના ઇલેટ્રીક વાયરને અડી જતા તેને ભયંકર વીજ શોક લાગ્યો હતો અને ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું.

આ સમાચારને શેર કરો